DELHI-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા, ઈસ્લામાબાદ સુધી ધરતી ધ્રુજી

|

Feb 12, 2021 | 11:10 PM

DELHI-NCR ધરતીકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

DELHI-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા, ઈસ્લામાબાદ સુધી ધરતી ધ્રુજી

Follow us on

DELHI-NCR ધરતીકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંડીગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે NCRમાં બહુમાળી ઈમારતો હચમચી ઉઠી હતી. પાકિસ્તાનના ઈસ્લામાબાદ સુધી ધરતી ધ્રુજી ઉઠી હતી.

 

 

રાત્રે 10.34 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. આ આંચકા 20થી 30 સેકન્ડ સુધી અનુભવાયા હતા. આંચકો એટલો ઝડપી હતો કે લોકોના ઘરોમાં રાખેલી વસ્તુઓ અને અન્ય સમાન હલતા જોવા મળ્યા હતા. આંચકા ખૂબ તીવ્ર હતા અને લોકોને લાંબા સમય સુધી અનુભવાયા હતા. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર તજાકિસ્તાનમાં નોંધાયું છે અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 હતી.

Published On - 10:56 pm, Fri, 12 February 21

Next Article