
પેટ્રોલના ભાવ, ક્રુડ ઓઈલની અછત અને ઈંધણ માટે અન્ય દેશો પરની નિર્ભરતા વચ્ચે ઈથેનોલ સૌથી મહત્વનું બનીને બહાર આવ્યુ છે. E20 પેટ્રોલને લઈને ઘમાસાણ હજુ શાંત પણ નથી થયુ કે હવે સરકારે E-85 અને E100 ફ્યુલથી ચાલતી ગાડીઓ માટેનો માર્ગ ક્લિયર કરી દીધો છે. મતલબ કે આવનારા સમયમાં ગાડીઓના એન્જિન પ્યોર કે બ્લેંડેડ પેટ્રોલના બદલે લગભગ સંપૂર્ણપણે ઈથેનોલના ભરોસે દોડી શકે છે. પરંતુ હજુ એક પેંચ ફસાયેલો છે. આનો અર્થ એવો બિલકુલ નથી કે તમે તમારી પાસે હાલ જે કોઈપણ કંપનીની પેટ્રોલ કાર છે તેમાં E100 ભરાવી લેશો. આવુ નહીં થઈ શકે. E100 માત્ર એ ગાડીઓમાં જ ચાલશે જેને આ ફ્યુલ માટે ખાસ પ્રકારે ડિઝાઈન કરાઈ છે. આવો જાણીએ કે સરકારના આ નિર્ણયથી શું શું બદલાશે?
સરકારે E85 અને E100 ઈથેનોલ ફ્યૂલ થી ચાલતી ગાડીઓને વધારવા ની દિશામાં એક મોટુ પગલુ લીધુ છે. તેના માટે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 23 ઓક્ટોબર 2026 એ સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ, 1989 માં સંશોધન ની અધિ સૂચના જારી કરી છે. જેના માટે E-85 ની સાથે E100 ફ્યૂલના નિયમોને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેનાથી વાહન નિર્માતા કંપનીઓ માટે કાસ કરીને ઈથેનોલથી ચાલતી ફ્લેક્સ-ફ્યૂલ ગાડીઓને તૈયાર કરી બજારમાં ઉતારવાનો કાયદાકીય માર્ગ મોકળો થશે.
જો કે, તેનો મતલબ એ નથી કે તમે તમારી વર્તમાન પેટ્રોલ કારમાં ઈથેનોલની વધુ માત્રાવાળુ ફ્યૂલ ભરાવી શકશો, તેના માટે ગાડીની ખાસ પ્રકારની ડિઝાઈન અને પ્રમાણિત હોવુ પણ જરૂરી હશે.
E85 અને E100 ઈથેનોલ બ્લેન્ડેડ ફ્યૂલ છે. E85 માં લગભગ 85% ઈથેનોલ અને 20 ટકા પેટ્રોલ હોય છે. જ્યારે E100 માં લગભગ સંપૂર્ણ રીતે ઈથેનોલ નો ઉપયોગ કરવામાં આવે છે. આવા ફ્યૂલથી ચાલનારી ગાડીઓના એન્જિન અને ફ્યૂલ સિસ્ટમને એ હિસાબે તૈયાર કરવા પડે છે. આથી જ E100 ફ્યૂલ થી ચાલતી કાર 100 ટકા પેટ્રોલ કારોથી ઘણી અલગ હશે.
તમારી પેટ્રોલ કાર કે E20 ફ્યૂલથી ચાલનારી ગાડીઓમાં સીધેસીધુ E85 કે E100 ઈંધણનો ઉપયોગ નહીં કરી શકાય. E20 માં વધુમાં વધુ 20 ટકા ઈથેનોલ હોય છે બાકી પેટ્રોલ હોય છે. જ્યારે E20 થી વધુ અને E100 સુધી ઈથેનોલ બ્લેન્ડેડ ફ્યૂલનો ઉપયોગ માત્ર એ વાહનોમાં જ કરી શકાશે, જેને એના માટે ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવ્યા હોય અને તેને જરૂરી માન્યતા મળી હોય. એટલે જો તમારી વર્તમાન કારમાં વધુ ઈથેનોલવાળુ ફ્યૂલ ભરતા પહેલા એ ચેક કરવુ જરૂરી છે કે તેનું એન્જિન તેને અનુકૂળ છે કે નહીં.
સરકારનું આ પગલુ દેશમાં ફ્લેક્સ-ફ્યૂલ વાહનોને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વનું ગણાઈ રહ્યુ છે. આવી ગાડીઓને અલગ-અલગ રેશિઓવાળા પેટ્રોલ અને ઈથેનોલ બ્લેન્ડિંગ પર ચાલવા માટે તૈયાર કરવામાં આવે છે. E85 અને E100 ના ઉપયોગ સાથે જોડાયેલા નિયમોને મંજૂરી મળ્યા બાદ વાહન કંપનીઓ માટે આ ટેકનોલોજી બેઝ્ડ મોડલ તૈયાર કરવાનો રસ્તો આસાન થશે.
હાલમાં જ મારૂતિ સુઝુકીએ દેશની પહેલી ફ્લેક્સ ફ્યૂલ કારના રૂપે Maruti Wagon R Flex Fuel લોંચ કરી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ કારને ખુલ્લી મુકી હતી. લોન્ચિંગ સમયે કંપનીએ જણાવ્યુ હતુ કે આ કાર E85 ફ્યૂલ સાથે સરળતાથી દોડી શકે છે. જે ફ્યૂલ રેગુલર પેટ્રોલ (રૂ. 102.12 પ્રતિલિટર) થી લગભગ રૂ.20 જેટલુ સસ્તુ છે. આ ફ્યૂલની દિલ્હીમાં કિંમતો 82.12 રૂપિયા પ્રતિલિટર છે.
સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આ કાર કેટલુ માઈલેજ આપે છે. ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન કારના મલ્ટી ઈન્ફોર્મેશન ડિસ્પ્લે (MID) પર સરેરાશ 11.8 કિલોમીટર પ્રતિ લિટર મળે છે. જો કે આ ફાઈનલ રિયલ ટાઈમ માઈલેજ ન ગણી શકાય કારણ કે ટેસ્ટિંગ દરમિયાન દિલ્હીનો હેવી ટ્રાફિક, અનેકવાર રોકાવુ, વીડિયો શુટીંગ, લાંબા સમય સુધી એન્જિન ચાલુ રાખવુ સહિત વારંવાર એક્સિલેરેશન જેવા અનેક કારણો સામેલ છે. વાસ્તવિક માઈલેજ જાણવા માટે લાંબી અને કંટ્રોલ્ડ કંડિશન માં અલગ માઈલેજ ટેસ્ટની જરૂર રહે છે.
મારૂતિ વેગન આર ફ્લેક્સ ફ્યૂલ વર્ઝનની શરૂઆતી કિંમતો 7.24 લાખ રૂપિયા છે. ફ્લેક્સ ફ્યૂલવાળી કારોને લઈને સૌથી મોટી વિડંબણા એ છે કે આ કારોમાં ઉપયોગ થનારુ ફ્યૂલ જો સસ્તુ છે તો આ કારોની કિંમતો ઘણી વધારે છે. મારૂતિ એ જે વેગનાર ફ્લેક્સ- ફ્યૂલ વેરિયેન્ટ લોંચ કર્યુ છે, તે મૂળ રીતે વેગનઆર ZXi વેરિયેન્ડ બેઝ્ડ છે. રેગ્યુલર પેટ્રોલ મોડલની તુલનામાં ફ્લેક્સ ફ્યૂલ વર્ઝન લગભગ 85,000 રૂપિયા મોંઘુ છે. આ ઉપરાંત શરૂઆતી માઈલેજ ચેક કરવામાં પણ બહુ મોટા ફેરફાર જોવા નથી મળ્યા.
સરકાર તરફથી જે અધિ સૂચના જારી કરવામાં આવી છે તેના નિયમ 115 અંતર્ગત એમિશન નોર્મ્સ, ફ્યુલની ક્વોલિટી અને વાહનોની ચેકિંગ સાથે જોડાયેલી જોગવાઈમાં બદલાવ કરવામાં આવ્યા છે. અલગ-અલગ પેટ નિયમોમાં E85 ની સાથે E100 નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી 100 ટકા બાયો ઈથેનોલથી ચાલનારા વાહનોના ટેસ્ટિંગ સર્ટિફિકેશન માટે સ્પષ્ટ નિયમો બનાવવામાં આવી શકે. આ પગલા એ વાહન કંપનીઓ માટે મહત્વપૂર્ણ છે જે ભારતીય બજારમાં E100 ફ્યૂલથી ચાલનારી કારો લોંચ કરવાની તૈયારી કરી રહી છે.
આ જાહેરનામામાં માત્ર ઈથેનોલ ફ્યૂલને લગતા નિયમો જ નથી બદલાયા, પરંતુ વાહનોની વજન મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમ 115 ના સબ સેક્શન (18)માં વાહનના કુલ વજન એટલે કે ગ્રોસ વ્હીકલ વેટની સીમા 3 હજાર કિલોગ્રામથી વધારી 3500 કિલોગ્રામ કરવામાં આવી છે. આ ઉપરાંત નિયમોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે E85 કે E100 નો ઉપયોગ માત્ર એ જ ફ્લેક્સ-ફ્યુલ વાહનોમાં થવો જોઈએ, જેમને OEM એ આવા ઈંધણ માટે ખાસ તૈયાર કર્યા છે.
આ વર્ષ એપ્રિલમાં સરકારે આ પ્રસ્તાવિત ફેરફારોને લઈને લોકો પાસેથી મંતવ્યો માગ્યા હતા. હવે આ દિશામાં આગળ વધવાથી ફ્લેક્સ-ફ્યૂલ વાહનોના મેન્યુફેક્ચરિંગ અને ઉપયોગ માટે પ્રોત્સાહન મળવાની આશા છે. આ નિર્ણય એ વાહન કંપનીઓ માટે પણ મહત્વનો છે, જે આવનારા સમયમાં E100 ફ્યૂલથી ચાલતી ગાડીઓને બજારમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે.
Published On - 6:57 pm, Mon, 26 October 26