E-Auction of gifts: નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સ્મૃતિ ચિન્હોની કરાશે ઇ-નિલામી, જાણો કઇ રીતે ભાગ લઈ શકશો

|

Sep 17, 2021 | 8:22 AM

2019 માં પણ વડાપ્રધાન દ્વારા મળેલી ભેટોની હરાજી કરવામાં આવી છે. તે દરમિયાન 1,800 સ્મૃતિચિહ્નોની હરાજી કરવામાં આવી હતી. તે સમયે હાથથી બનેલી લાકડાની બાઇકની પાંચ લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.

E-Auction of gifts: નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સ્મૃતિ ચિન્હોની કરાશે ઇ-નિલામી, જાણો કઇ રીતે ભાગ લઈ શકશો
Ministry of Culture to organise e-auction of gifts, mementos today to mark PM Modi’s birthday

Follow us on

E-Auction of gifts:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi’s Birthday) જન્મ દિવસ પર કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રાલય તેમને મળેલી ભેટો અને સ્મૃતિ ચિન્હોની ઇ-નિલામી કરશે. મંત્રાલયે ગુરુવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી. પ્રધાનમંત્રીને મળેલ લગભગ 1300 ભેટોમાં રમત ગિયર અને મેડલ વિજેતા ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સના સાધનો, અયોધ્યામાં રામ મંદિરની પ્રતિકૃતિ, ચારધામ, રુદ્રાક્ષ સંમેલન કેન્દ્ર, મોડેલો, શિલ્પો, ચિત્રો, અંગવસ્ત્રો વગેરેનો સમાવેશ થાય છે.

આ ભેટોની સૂચિમાં, તાજેતરમાં પીએમને ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા દ્વારા આપવામાં આવેલ એક જૈવલિન પણ છે. મંત્રાલયે તેની મૂળ કિંમત 75 લાખ રૂપિયાની આસપાસ રાખી છે અને એવી અપેક્ષા છે કે આ રકમ કરોડોમાં પહોંચી શકે છે. આ સિવાય પેરાલિમ્પિક વિજેતા અવની લખેરાએ પહેરેલા ટી-શર્ટની કિંમત 15 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે સુમિત એન્ટિલની બરછીની કિંમત એક કરોડ સુધી રાખવામાં આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

લવલિનાના બોક્સિંગ ગ્લોવ્સની બેઝ પ્રાઇસ 80 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સાથે જ ટોક્યો ઓલિમ્પિક ખેલાડીઓના ઓટોગ્રાફ વાળી શાલની મૂળ કિંમત 90 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

હરાજીમાં કઇ રીતે લેવો ભાગ

17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી વેબસાઇટ ‘pmmementos.gov.in’ દ્વારા કોઇપણ રસ ધરાવનાર વ્યક્તિ અથવા સંસ્થા ઇ-હરાજીમાં ભાગ લઇ શકે છે. જમા થયેલ રાશી ગંગાના સંરક્ષણ અને કાયાકલ્પ માટે નમામી ગંગે મિશન આપવામાં આવશે.

જણાવી દઈએ કે 2019 માં પણ વડાપ્રધાન દ્વારા મળેલી ભેટોની હરાજી કરવામાં આવી છે. તે દરમિયાન 1,800 સ્મૃતિચિહ્નોની હરાજી કરવામાં આવી હતી. તે સમયે હાથથી બનેલી લાકડાની બાઇકની પાંચ લાખ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી.

સેવા અને સમર્પણ અભિયાનની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) શુક્રવારે એટલે કે આજે 71 વર્ષના થયા અને ભાજપે આ દિવસને ઐતિહાસિક બનાવવાની યોજના બનાવી છે. જ્યા પાર્ટી મોટાભાગના COVID-19 રસીકરણ (Corona Vaccination) માટે રેકોર્ડ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે, તો બીજી તરફ 21 દિવસનું “સેવા અને સમર્પણ અભિયાન” પણ શરૂ કરશે.

આ પણ વાંચો –

GST Council : આજે GST કાઉન્સિલની મહત્વની બેઠક મળશે , ટેક્સ ઘટાડા સહીતના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે

આ પણ વાંચો –

Surat માં પીએમ મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી, રાત્રીથી જ રેલ્વે સ્ટેશન રસીકરણ શરૂ કરાયું

આ પણ વાંચો –

Narendra Modi Birthday : પીએમ મોદીનો આજે 71 મો જન્મ દિવસ, બીજેપી શરૂ કરશે ‘સેવા અને સમર્પણ’ અભિયાન

 

Next Article