Jammu-Kashmir : અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખાયું પાકિસ્તાની ડ્રોન, BSF જવાનોએ કર્યું ફાયરિંગ

|

Jul 02, 2021 | 10:32 AM

બીએસએફ જવાનોએ સવારે 4:25 વાગ્યે પાકિસ્તાનના હેક્સાકોપ્ટર પર ફાયરિંગ કર્યું હતું. તે અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

Jammu-Kashmir : અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખાયું પાકિસ્તાની ડ્રોન,  BSF જવાનોએ કર્યું ફાયરિંગ
અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખાયું ડ્રોન

Follow us on

Jammu-Kashmir : શુક્રવારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર અરનિયા સેક્ટરમાં (Arnia Sector) એક પાકિસ્તાની ડ્રોન (Pakistani Drone) જોવા મળ્યું હતું. બીએસએફ જવાનોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ ડ્રોન પાકિસ્તાનની સરહદ તરફ પાછું ગયું હતું. બીએસએફએ કહ્યું કે જવાનોને આજે ​​સવારે લગભગ 4:25 કલાકે પાકિસ્તાની હેક્સાકોપ્ટર ડ્રોન દેખાયું હતું.

આ પછી સરહદ પર તૈનાત બીએસએફના જવાનોએ ડ્રોન પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હેક્સાકોપ્ટર ડ્રોન ફાયરિંગ કરતા તરત જ પાકિસ્તાન તરફ ગયું હતું.

આ ઘટના અંગે બીએસએફ તરફથી એક સત્તાવાર નિવેદન આવ્યું છે. બીએસએફ જણાવ્યું હતું કે, ‘બીએસએફ જવાનોએ સવારે 4:25 વાગ્યે પાકિસ્તાનના નાના હેક્સાકોપ્ટર ઉપર ફાયરિંગ કર્યું હતું. તે અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ભારતીય ક્ષેત્રમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ફાયરિંગ પછી ડ્રોન તરત પરત ફર્યું હતું. અમારું માનવું છે કે તે વિસ્તારને મોનિટર કરવા માટે મોકલવામાં આવ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બીજી તરફ, એરફોર્સ સ્ટેશન પર હુમલો થયાના ચાર દિવસ પછી ફરીથી ડ્રોન જોવા મળ્યું હતું. ડ્રોનને બુધવારે રાત્રે 12:45 વાગ્યે એરબેઝ ઉપર જોયું હતું. એનએસજી કમાન્ડોએ કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રોન ગાયબ થઈ ગયું હતું. વાયુ સેનાના વહીવટ દ્વારા તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આશંકા છે કે નજીકથી કોઈ તેનું સંચાલન કરી રહ્યું છે.

જમ્મુ એરફોર્સ સ્ટેશન પર ડ્રોન એટેક થયા બાદ એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડર પર હાઈ એલર્ટ લગાવવામાં આવ્યું છે. ગુરુવારે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે કહ્યું છે કે ડ્રોનની સરળ ઉપલબ્ધતાએ સુરક્ષા પડકારોની જટિલતાઓને વધારી દીધી છે. જો કે, ભારતીય સેના જોખમો સાથે અસરકારક રીતે વ્યવહાર કરવા માટે ક્ષમતાઓ વિકસાવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આ બ્લાસ્ટ પાકિસ્તાનના ચીફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદની સૂચનાથી કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટોમાં વાયુસેનાના બે જવાન પણ ઘાયલ થયા છે.

Next Article