DRDOને મળી વધુ એક સફળતા, મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

|

Jan 12, 2022 | 2:59 PM

સંરક્ષણ ક્ષેત્રે વધુ એક સફળતાના ભાગરૂપે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ આજે ​​મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

DRDOને મળી વધુ એક સફળતા, મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
DRDO successfully test fires anti tank guided missile

Follow us on

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (Defence Research and Development Organization- DRDO) એ આજે ​​મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સ્વદેશી રીતે વિકસિત એન્ટી-ટેન્ક મિસાઈલને થર્મલ વિઝન સાથે સંકલિત મેન-પોર્ટેબલ લોન્ચરથી ફાયર કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના મુખ્ય પ્રવક્તાએ આ અંગે માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મિસાઈલ ભારતીય સેનાના પાયદળ અને પેરાશૂટ સ્પેશિયલ ફોર્સ માટે છે.

આ એક પોર્ટેબલ મિસાઈલ છે જેને માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તેને મહત્તમ 2.5 કિમી સુધીના ટ્રિપોડનો ઉપયોગ કરીને લોન્ચ કરી શકાય છે. DRDOએ તેનો વિડીયો પણ જાહેર કર્યો છે. જેમાં સ્વદેશી રીતે વિકસિત એન્ટી ટેન્ક મિસાઈલ લોન્ચ થતી જોઈ શકાય છે.

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના ‘Sea to Sea’ વેરિયન્ટનું સફળ પરીક્ષણ

મંગળવારે, ભારતીય નૌકાદળએ વિનાશક યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. મિસાઈલના ‘સી-ટુ-સી’ પ્રકારનું મહત્તમ રેન્જમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને લગભગ સંપૂર્ણ સટીકતાથી ટાર્ગેટ જહાજને હિટ કર્યું અને ભારતીય નૌકાદળના સૂત્રોએ આ માહિતી મુજબ ચીન અને પાકિસ્તાનની સરહદ પર સતત તણાવ ચાલી રહ્યો છે ત્યારે ભારતે આ પરીક્ષણ કર્યું હતું.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા હતા

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે મિસાઇલનું સફળ પ્રક્ષેપણ ભારતીય નૌકાદળની “મિશન સંબંધિત સજ્જતા” ની મક્કમતા દર્શાવે છે. તેમણે ટ્વીટ કરીને ભારતીય નૌકાદળ અને ડીઆરડીઓને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ભારત અને રશિયાનું સંયુક્ત એકમ ‘બ્રહ્મોસ એરોસ્પેસ’ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું ઉત્પાદન કરે છે જે સબમરીન, જહાજો, એરક્રાફ્ટ અથવા જમીન આધારિત પ્લેટફોર્મ પરથી લોન્ચ કરી શકાય છે. બ્રહ્મોસ મિસાઇલ મેક 2.8 અથવા અવાજની લગભગ ત્રણ ગણી ઝડપે લોન્ચ કરી શકે છે.

આ પણ વાંચો:

World Passport Ranking 2022 જાહેર, ભારતીય પાસપોર્ટ ધારકોને 60 દેશમાં Prior Visa વગર મળશે એન્ટ્રી

આ પણ વાંચો:

કોરોનાને નાથવા સંવાદ : વડાપ્રધાન મોદી આવતીકાલે CM ઉદ્ધવ ઠાકરે સહિત આ રાજ્યના મુખ્યપ્રધાન સાથે કરશે સંવાદ

Next Article