Corona રસી લીધા પહેલાં અને પછી શું કરવું અને શું ન કરવું ? અહીં દરેક સવાલનો જવાબ છે

|

Apr 29, 2021 | 3:03 PM

Corona રસીકરણનો આગામી તબક્કો 1 મેથી દેશભરમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં આ રસી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 1.63 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. મોટાભાગના લોકોને કોરોના વેક્સિનની આડઅસર થઇ નથી.

Corona રસી લીધા પહેલાં અને પછી શું કરવું અને શું ન કરવું ? અહીં દરેક સવાલનો જવાબ છે
ફાઇલ

Follow us on

Corona રસીકરણનો આગામી તબક્કો 1 મેથી દેશભરમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં આ રસી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 1.63 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. મોટાભાગના લોકોને કોરોના વેક્સિનની આડઅસર થઇ નથી.

મહારાષ્ટ્રની કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.શશાંક જોશીએ ભારત બાયોટેકની “કોવેક્સિન” અને સીરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડીયાની “કોવિશીલ્ડ” આ બંને વેક્સિનને અસરકારક બતાવી છે. બહુજ ઓછા કેસમાં બંને વેક્સિનની સાઇડ ઇફેક્ટસ જોવા મળી છે. ત્યારે નિષ્ણાંતો વેક્સિન લીધા પહેલા અને લીધા પછી શું કરવું જોઇએ અને શું ધ્યાન રાખવું જોઇએ તેની સલાહ આપી છે.

1) જો તમને કોઇ દવા કે ડ્રગ્સની એલર્જી છે તો આ અંગે તમે ડૉક્ટરને આ બાબતે જાણ કરો. ડૉક્ટરોની સલાહ પર તમારી કમ્પલિટ બ્લડ કાઉન્ટીંગ (CBC), સી-ક્રિએટિવ પ્રોટીન (સીઆરપી) અથવા ઇમ્યુનોગ્લોબિન-ઇ (આઇજીઇ) સ્તરની તપાસ કરી શકાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

2) રસી લેતા પહેલા સારી રીતે ખાઓ. જો ડૉક્ટર કોઈ દવા સૂચવે છે, તો તે રસી પહેલાં પણ લઈ શકાય છે. વેક્સિન લેતા પહેલા ફ્રેશ રહો, કોઇ તાણ ન અનુભવો.જો તમે વધારે ગભરાઇ રહ્યાં છો તો તમે કાઉન્સીંલીંગનો સહારો લઇ શકો છો.

3) જો તમને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે તો તેની યોગ્ય તપાસ કરાવો. કેન્સરના દર્દી, ખાસ કરીને જેમની કિમિયોથેરાપીની સારવાર ચાલી રહી છે. તેમણે વેક્સિન લેતા પહેલા તબીબની સારવાર લેવી જરૂરી છે.

4) જે લોકોએ કોવિડ-19ના ઇલાજ માટે બ્લડ પ્લાઝમા કે મોનોક્લોનલ એન્ટીબોડીઝ લીધી છે. અથવા તો જે લોકો એક -દોઢ મહિના પહેલા કોરોના સંક્રિમત થયા છે. તેમને કોરોના વેક્સિન ન લેવાની સલાહ આપવામાં આવે છે. અને, જો વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી કોરોના સંક્રમિત થયા છો તો બીજો ડોઝ લેવા કેટલાક અઠવાડિયા સુધી ટાળવો જોઇએ.

5) વેક્સિન લેનારને જોઇ ખતરનાક એલર્જી દેખાય તો તુરંત જ તેને વેક્સિન સેન્ટરમાં તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે. અને આવા લોકોને ત્યાંથી જવા દેવામાં આવતા નથી. જયાં સુધી તેમનો યોગ્ય ઇલાજ ન થઇ જાય.

6) ઇન્જેકશન લીધા પછી તાવ આવતો, ઇન્જેકશનની લીધી હોય તે જગ્યાએ દુખાવો થવો સામાન્ય લક્ષણ છે. એટલે ગભરાવવાની કોઇ જરૂર નથી. ઠંડી લાગવી અને થાક લાગવો જેવા લક્ષણો પણ દેખાય છે. પરંતુ, થોડા જ દિવસોમાં આ લક્ષણો ઠીક થઇ જશે.

7) જો રસી પછી, તમને ઈન્જેક્શન સાઇટ પર પીડા, તાવ અથવા થાક જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ કિસ્સામાં, પુષ્કળ પીણાં પીવો. સ્વચ્છતાની વિશેષ કાળજી લો અને ઇંજેક્શન સાઇટ પર થોડું ભીનું કપડું લગાવો.

8) રસીકરણ પછી, તમે પોષક આહાર લઈ શકો છો. તમારી ઉંઘની પણ સંભાળ રાખો. સખત આલ્કોહોલ અને ધૂમ્રપાન ટાળો.

9) રસી આપણી રોગપ્રતિકારક શક્તિને બાહ્ય ચેપને ઓળખવા અને લડતા શીખવે છે. રસીકરણ પછી, વાયરસ સામે પ્રતિરક્ષા વિકસિત થવામાં થોડા અઠવાડિયા લાગી શકે છે.

10) વેક્સિન લીધા પછી શરીરમાં ઇમ્યુનિટી ડેવલપ થવામાં થોડો સમય લાગે છે. એટલેકે એક મહિના સુધી વેક્સિન લીધા બાદ કોરોનાનું સંક્રમણ ન થાય તેની તકેદારી રાખવી.

Next Article