મુસ્લિમોને ગુમરાહ ના કરશો, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી ‘બોર્ડ’ શબ્દ હટાવો – BJP

|

Nov 11, 2024 | 2:26 PM

ભાજપ લઘુમતી મોરચાએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ કહ્યું કે, તમે સમગ્ર ભારતમાં મુસ્લિમોના પ્રતિનિધિ હોવાનો દાવો કરો છો પરંતુ એ સાચુ નથી. તમે પસમાંદા સમુદાયને નજીવો હિસ્સો આપ્યો છે અને ના તો તમે ક્યારેય તેના માટે અવાજ ઉઠાવ્યો છે, જ્યારે દેશના 80 ટકા મુસ્લિમો પસમંદા સમુદાયમાંથી આવે છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એક બિન-સરકારી સંસ્થા છે. તેથી તેના નામમાંથી 'બોર્ડ' શબ્દ દૂર કરવો જોઈએ.

મુસ્લિમોને ગુમરાહ ના કરશો, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી બોર્ડ શબ્દ હટાવો - BJP

Follow us on

ભાજપ લઘુમતી મોરચાએ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી ‘બોર્ડ’ શબ્દ હટાવવાની માંગ કરી છે. આ માટે તેણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ ખાલિદ રહેમાનીને પત્ર લખ્યો છે. ભાજપ લઘુમત્તી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ, ખાલિદ રહેમાનીને લખેલા પત્રમાં કહ્યું છે કે, તમારા સંગઠનનુ નામ જોઈને એવું લાગે છે કે તે સમગ્ર ભારતના મુસ્લિમ સમુદાયનુ પ્રતિનિધિત્વ કરતુ સંગઠન છે જ્યારે તમારા સંગઠનમાં પસમંદા સમુદાયનું પ્રતિનિધિત્વ સાવ જ નહિવત છે.

સિદ્દીકીએ એમ પણ કહ્યું છે કે ‘બોર્ડ’ શબ્દ પરથી એવું લાગે છે કે તે એક સરકારી સંસ્થા છે. જ્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બિન-સરકારી સંસ્થા છે. તેથી, તેના નામમાંથી ‘બોર્ડ’ શબ્દ દૂર કરવો જોઈએ. સિદ્દીકીએ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ દ્વારા મળેલા નાણાકીય વ્યવહારો અને દાનને સાર્વજનિક ના કરવા ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા અને માંગણી કરી હતી કે આ સંસ્થામાંથી ‘બોર્ડ’ શબ્દ દૂર કરવામાં આવે, જેથી દેશના મુસ્લિમો ગુમરાહ ના થાય.

ભાજપ લઘુમતી મોરચાએ પત્રમાં વધુમાં કહ્યું કે તમે ભારતભરના મુસ્લિમોના પ્રતિનિધિ હોવાનો દાવો કરો છો પરંતુ એવું નથી. તમે પસમાંદા સમુદાયને નજીવો હિસ્સો આપ્યો છે અને ના તો તમે ક્યારેય તેના માટે તમે અવાજ ઉઠાવ્યો છે, જ્યારે દેશના 80 ટકા મુસ્લિમો પસમંદા સમુદાયમાંથી આવે છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એક બિન-સરકારી સંસ્થા છે. તેથી, તેના નામમાંથી ‘બોર્ડ’ શબ્દ દૂર કરવો જોઈએ.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ શું છે?

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની સ્થાપના 7 એપ્રિલ 1972ના રોજ કરવામાં આવી હતી. આ એક બિનરાજકીય સંસ્થા છે. ભારતમાં મુસ્લિમ પર્સનલ લોના ઉપયોગને સુરક્ષિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે. આ સંસ્થા મુસ્લિમ કાયદાઓનું રક્ષણ કરવા, ભારત સરકાર સાથે સંપર્ક સાધવા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સામાન્ય લોકોને માર્ગદર્શન આપવાનું કામ કરે છે.

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં મોટાભાગના મુસ્લિમ સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. બોર્ડ પાસે 51 ઉલેમાઓની કાર્યકારી સમિતિ છે, જે વિવિધ મુદ્દાઓ પર સરકારને પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. જેમાં ઉલેમાના 201 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેમાં લગભગ 25 મહિલાઓ તેમજ સામાન્ય માણસનો પણ સમાવેશ થાય છે.

Next Article