Corona : કોરોના ટેસ્ટ માટે નવી પદ્ધતિ વિકસિત, હવે આ સરળ રીતે એકત્ર કરાશે સેમ્પલ

|

May 23, 2021 | 5:59 PM

કોરોના વાયરસની તપાસ માટે હાલ ઉપયોગમાં લેવાતી સ્ટિક સ્વેબ પધ્ધતિથી રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે કોરોના વાયરસની તપાસ માટે નાક કે ગળામાં સ્ટિક નાંખવાની જરૂરિયાત નહિ રહે અને કોરોના ટેસ્ટ માટે જરૂરી સ્વેબને Saline gargle થી એકત્ર કરવામાં આવશે. આ પદ્ધતિ ઓછી ખર્ચાળ અને ઝડપી હોવાનું પણ સામે આવ્યું છે.

Corona : કોરોના ટેસ્ટ માટે નવી પદ્ધતિ વિકસિત, હવે આ સરળ રીતે એકત્ર કરાશે સેમ્પલ
Representative Image

Follow us on

કોરોના વાયરસની તપાસ માટે હાલ ઉપયોગમાં લેવાતી સ્ટિક સ્વેબ પધ્ધતિથી રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં હવે કોરોના વાયરસની તપાસ માટે નાક કે ગળામાં સ્ટિક નાંખવાની જરૂરિયાત નહિ રહે અને કોરોના ટેસ્ટ માટે જરૂરી સ્વેબને Saline gargle થી એકત્ર કરવામાં આવશે. આ પદ્ધતિ ઓછી ખર્ચાળ અને ઝડપી હોવાનું પણ સામે આવ્યું છે.

વૈજ્ઞાનિકોએ નવી પધ્ધતિ શોધી 

આ અંગે નાગપુર સ્થિત નેશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ( NEERI)ના વૈજ્ઞાનિકોએ નવી પધ્ધતિ શોધી છે. જે કોરોના ટેસ્ટને વધુ સરળ બનાવશે. જેમાં હવે કોરોના ટેસ્ટ માટે સ્વેબ નેરો ફેરીંજિયલ અને ઓરો ફેરીંજિયલ એટલે કે નાકમાં અથવા ગળામાં સ્ટિક દ્વારા લેવામાં આવશે નહીં. પરંતુ હવે કોરોના ટેસ્ટ Saline gargle દ્વારા થઈ શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તેથી હવે તમે શરીરમાં કોઈપણ પ્રકારની બાહ્ય વસ્તુને ઇન્સર્ટ કર્યા વિના તમે કોરોના ટેસ્ટ માટે તમારો સ્વેબ આપી શકશો.

નાગપુરની રાષ્ટ્રીય પર્યાવરણીય ઇજનેરી સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકો એ કોરોનાના સેમ્પલ લેવા માટે સલાઈન ગાર્ગલ પદ્ધતિની શોધ કરી છે. જે અત્યંત સરળ અને સચોટ છે. આ પદ્ધતિને આઈસીએમઆરની માન્યતા પણ મળી છે અને ટૂંક સમયમાં આ જ પદ્ધતિથી ઘણા કેન્દ્રો કોરોના ટેસ્ટના સેમ્પલ એકત્રિત કરશે.

કેવી રીતે એકત્ર કરાય છે Saline gargle

કોરોના વાયરસ ટેસ્ટ માટે નવી સલાઈન ગાર્ગલ પદ્ધતિ ખૂબ જ સરળ છે. જેમાં કોરોના ટેસ્ટ કરાવનારને કન્ટેનર આપવામાં આવશે અને થોડીક સેકંડ માટે ગાર્ગલિંગ કર્યા પછી તે ગાર્ગલ કન્ટેનરમાં એકત્રિત કરવામાં આવશે. તેમજ આ કન્ટેન્ટરને કોડિંગ સાથે ટેસ્ટિંગ માટે સરળતાથી લેબોરેટરી સુધી મોકલવામાં આવશે.

કન્ટેનરમાં  વ્યક્તિ સરળતાથી  સ્વેબ સેમ્પલ એકત્રિત કરી શકે 

આ પદ્ધતિથી કોરોના પરીક્ષા માટે સેમ્પલ એકત્રિત કરવા માટે કોઈ તાલીમની જરૂર રહેશે નહીં. આ કન્ટેનરમાં કોઇપણ વ્યક્તિ સરળતાથી તેમના સ્વેબ સેમ્પલ એકત્રિત કરી શકે છે. આ પદ્ધતિથી પરીક્ષણ માટેનો ખર્ચ પણ ફક્ત 60 રૂપિયા સુધી થશે. જ્યારે હાલની ટેકનોલોજી આરટી-પીસીઆર માટે 500 રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

આ પદ્ધતિ એક તરફ સમય બચાવશે અને પરિણામો પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ ભય હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ત્યારે બાળકોના કોરોના પરીક્ષણ માટે સ્વેબ સરળતાથી કોઈ પીડા વિના આ પદ્ધતિથી લઈ શકાશે.

Published On - 5:47 pm, Sun, 23 May 21

Next Article