જાણો, ભારતની એવી જગ્યાઓ વિશે જ્યાં જવા માટે ભારતીયોએ પણ લેવી પડે છે પરવાનગી

|

Aug 14, 2021 | 9:59 PM

અરુણાચલ પ્રદેશની સરહદ મ્યાનમાર, ભૂતાન અને ચીન સાથે વહેંચાયેલી છે. તેથી આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી દરેક બિન-સ્થાનિકને આ અદ્ભુત સ્થળની મુલાકાત લેવા માટે ઈનર લાઈન પરમિટની જરૂર પડશે.

જાણો, ભારતની એવી જગ્યાઓ વિશે જ્યાં જવા માટે ભારતીયોએ પણ લેવી પડે છે પરવાનગી
પ્રતીકાત્મક તસવીર

Follow us on

કોરોના (Corona virus)ની બીજી લહેર જેમ જેમ ધીમી પડી રહી છે તેમ તેમ લોકો ફરવા માટે ઉમટી પડ્યા છે. મહિનાઓથી ઠંડા પડેલા ટુરીઝમ ક્ષેત્રમાં પણ તેજી આવી છે. તમને બધાને એ તો ખબર જ હશે કે જો તમે વિદેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારે વિઝાની જરૂર પડશે. પરંતુ શું તમને એ ખબર છે કે ભારતમાં પણ અમુક જગ્યાની મુલાકાત લેવા માટે પણ તમારે ઈનર લાઈન પરમિટ (ILP) મેળવવી પડશે. આજે અમે તમને આ વિશે માહીતગાર કરીશું કે ભારતમાં ક્યાં એવા સ્થળો છે, જેની મુલાકાત માટે તમારે પરમિશન લેવાની જરૂર રહેશે.

 

 

ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?

આ પ્રકારની પરમીટો હકીકતમાં ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સંવેદનશીલ સ્થળોની મુલાકાત માટે લેવી પડતી હોય છે.  આ નિયમ એટલા માટે કરવામાં આવ્યો છે કે તે વિસ્તારોમાં લોકોની અવરજવરને નિયંત્રિત કરી શકાય, આદિવાસી સંસ્કૃતિઓને સુરક્ષિત રાખી શકાય તેમજ અનિચ્છનીય ઘટનાઓ ઘટાડી શકાય. તેથી, અહીંના કેટલાક સુંદર સ્થળો છે, જેની મુલાકાત લેવા માટે ILPની જરૂર પડશે.

 

 

અરુણાચલ પ્રદેશની સરહદ મ્યાનમાર, ભૂતાન અને ચીન સાથે વહેંચાયેલી છે. તેથી આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી દરેક બિન-સ્થાનિકને આ અદ્ભુત સ્થળની મુલાકાત લેવા માટે ઈનર લાઈન પરમિટની જરૂર પડશે. જે લોકો અહીં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે તેઓએ નવી દિલ્હી, કોલકાતા, ગુવાહાટી અને શિલોંગના નિવાસી કમિશનર, અરુણાચલ પ્રદેશ સરકાર પાસેથી સંરક્ષિત વિસ્તારો માટે પરમિટ મેળવવાની રહેશે.

 

સિંગલ ઈ-આઈએલપી અથવા ગ્રુપ ઈ-આઈએલપીનો મહત્તમ  સમયગાળો 30 દિવસનો રહેશે. જેના માટે પ્રતિ વ્યક્તિ 100 રૂપિયાનો ખર્ચ થશે. તેમજ કોઈપણ વ્યક્તિ ઓનલાઈન પરમિટ મેળવી શકે છે. નાગાલેન્ડ પૂર્વની સરહદ મ્યાનમાર સાથે  વહેંચાયેલી છે, જેમાં લગભગ 16 આદિવાસીઓના ઘર છે, જે તેમની રીતે અજોડ છે અને તેમની પોતાની અલગ ભાષા તેમજ પોતાના રિવાજો છે.

 

જે લોકો આ સ્થળની મુસાફરી કરવા ઈચ્છે છે તેમને તેની મુલાકાત લેવા માટે ઈનર લાઈન પરમિટની જરૂર પડશે, જે કોહિમા, દિમાપુર, નવી દિલ્હી, મોકોકચુંગ, શિલોંગ અને કોલકાતાના ડેપ્યુટી કમિશનરો પાસેથી મેળવી શકાય છે. તેમજ તમે ઓનલાઈન પરમિટ પણ મેળવી શકો છો. મિઝોરમની સરહદ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે વહેંચાયેલી છે અને તે અનેક સ્વદેશી જાતિઓનું ઘર છે. આ સુંદર સ્થળની મુલાકાત લેવા માટે તમારી પાસે ઇનર લાઇન પરમિટ હોવી આવશ્યક છે.

 

 

જે તમે સિલ્ચર, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ અને નવી દિલ્હી જેવા શહેરોમાંથી મિઝોરમ સરકારના સંપર્ક અધિકારી પાસેથી મેળવી શકો છો. જો કે, ફ્લાઈટ દ્વારા રાજ્યમાં પ્રવેશ કરનારા લોકોને આઈઝોલના લેંગપુઈ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સુરક્ષા અધિકારી પાસેથી વિશેષ પાસ મળી શકે છે. બે પ્રકારની આઈએલપી (ILP) ઉપલબ્ધ છે,  એક કામચલાઉ છે. જે 15 દિવસ માટે માન્ય રહે છે, જ્યારે અન્ય નિયમિત છે, જેની માન્યતા છ મહિના સુધીની છે.

 

 

જો તમે દૂરસ્થ સંરક્ષિત ક્ષેત્રો અથવા ઉચ્ચતમ બિંદુઓની મુલાકાત લેવા માંગો છો તો તમારે પરમિટની જરૂર પડશે. એક અહેવાલ મુજબ પ્રવાસીઓને નાથુલા દર્રા યાત્રા, ત્સોમગો-બાબા મંદિર પ્રવાસ, જોંગરી ટ્રેક, સિંગલિલા ટ્રેક, યુમેસમડોંગ, ગુરુડોંગમાર લેક ટૂર, યુમથાંગ અને ઝીરો પોઈન્ટ યાત્રા અને થંગુ-ચોપતા વેલીના પ્રવાસ માટે પરમિટની જરૂર પડશે.

 

જે પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા આપવામાં આવશે, તેમજ બાગડોગરા એરપોર્ટ અને રંગપો ચેકપોસ્ટ પર મેળવી શકાય છે. તમે ખાસ પરમિટ મેળવવા માટે ટૂર ઓપરેટરો અથવા ટ્રાવેલ એજન્ટોની મદદ પણ લઈ શકો છો. લક્ષદ્વીપની મુલાકાત લેવા માટે તમામ પ્રવાસીઓને પરમિટની જરૂર પડશે, કારણ કે ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ આ સ્વર્ગ સમાન ટાપુની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા પર નજર રાખે છે.

 

 

આ પરમિટ મેળવવા માટે તમારા તમામ ઓળખ દસ્તાવેજોની સાથે તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર પડશે. પરમિટ મળ્યા પછી તમારે તેને લક્ષદ્વીપના ઈન્ચાર્જ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. આ પરમિટ કોઈપણ જાતની તકલીફ  વગર સરળતાથી ઓનલાઈન મેળવી શકાય છે.

 

 

આ પણ વાંચો : મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ પર જીવલેણ હુમલો, 5 અધિકારીઓ થયા ઘાયલ

Next Article