ઉત્તર સિક્કિમના મુગુથાંગ સબ-સેક્ટરમાં 15,500 ફૂટથી વધુની ઉંચાઈ પર સૈન્યના જવાનો તૈનાત, અદ્યતન એસોલ્ટ રાઇફલ્સ અને એટીવી સાથે કરે છે સુરક્ષા

|

Feb 11, 2022 | 9:41 PM

સેનાએ કહ્યું કે ભારતીય સેનાએ વર્ષોથી અત્યાધુનિક હથિયાર પ્લેટફોર્મ અને આધુનિક સાધનો સામેલ કર્યા છે.

ઉત્તર સિક્કિમના મુગુથાંગ સબ-સેક્ટરમાં 15,500 ફૂટથી વધુની ઉંચાઈ પર સૈન્યના જવાનો તૈનાત, અદ્યતન એસોલ્ટ રાઇફલ્સ અને એટીવી સાથે કરે છે સુરક્ષા
Indian Army - File Photo

Follow us on

ચીન (China) સાથેની સરહદ પર તૈનાત તેના સૈનિકોની ક્ષમતાઓને વધારતા, ભારતીય સેના (Indian Army) એ ઉત્તર સિક્કિમ (North Sikkim) ક્ષેત્રમાં તૈનાત સૈનિકોને નવીનતમ એસોલ્ટ રાઇફલ્સ અને ઓલ-ટેરેન વાહનો (ATV) પ્રદાન કર્યા છે. તાજેતરના દિવસોમાં બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષમતા વધારવાનો અને સૈનિકોને સક્ષમ બનાવવાનો છે. ખાસ કરીને કઠોર અને પડકારરૂપ પ્રદેશોમાં તૈનાત સૈનિકો તેમના ઓપરેશનલ કાર્યોને સરળતાપૂર્વક પાર પાડવા સક્ષમ બને. સેનાએ કહ્યું કે ભારતીય સેનાએ વર્ષોથી અત્યાધુનિક હથિયાર પ્લેટફોર્મ અને આધુનિક સાધનો સામેલ કર્યા છે.

તેની ઝડપી ક્ષમતા વધારવાની ઝુંબેશનો ઉલ્લેખ કરતા, ભારતીય સેનાએ કહ્યું કે ATVs અને 7.62 mm Sig Sauersને ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાત સૈનિકો માટે સામેલ કરવામાં આવ્યા છે. ઉત્તર સિક્કિમના મુગુથાંગ સબ-સેક્ટરમાં 15,500 ફૂટથી વધુની ઉંચાઈ પર તૈનાત સૈનિકો તે વિસ્તારમાં કામ કરતા જોઈ શકાય છે. ભારતીય સેના ભવિષ્ય તરફ આગળ વધી રહી છે અને રાષ્ટ્રની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વની રક્ષા માટે હંમેશા તૈયાર છે.

T20માં ભારત માટે વર્ષ 2024 રહ્યું શાનદાર
અમીર લોકો સવારે 9 વાગ્યા પહેલા કરી લે છે આ 6 કામ, સફળતાની મળે છે ગેરંટી
ન પાણી કે ન સાબુ, ગરમ કપડાંને સ્વચ્છ કરવા માટે કરો આ 2 કામ
Vitamin B12 : મહત્તમ ફાયદા માટે વિટામીન B12 સપ્લિમેન્ટ્સ ક્યારે લેવાં?
ન્યુમોનિયા, ઉલટી, પેટનો દુખાવો કે ઝાડા જેવી બીમારીઓ માટે EMERGENCY ઘરેલુ ઉપચાર
Astro Tips : ધનવાન બનવું હોય તો રાત્રે સૂતા પહેલા કરી લો આ કામ, જુઓ Video

INSAS રાઈફલને AK-203 સાથે બદલવામાં આવી રહી છે

DRDO દ્વારા ઉત્પાદિત ભારતની INSAS રાઈફલને AK-203 સાથે બદલવામાં આવી રહી છે. ઘણા વર્ષોથી INSAS માં ઘણા ઇશ્યૂ આવતા હતા, પરંતુ હવે સરકારે રશિયા સાથે આ ડીલ કરી છે. આ ડીલ દ્વારા ભારતીય સેનાને બંદૂકોના મામલામાં ઘણું સમર્થન મળવાનું છે. AK-203 INSAS ની દ્રષ્ટિએ ઘણું હળવું, નાનું અને વધુ આધુનિક છે. મેગેઝિન વિનાના ઇન્સાસનું વજન 4.15 કિલો છે, જ્યારે મેગેઝિન વિનાના AK 203નું વજન 3.8 કિલો છે.

INSAS ની લંબાઈ 960 MM છે જ્યારે AK-203 ની લંબાઈ 705 MM છે જેમાં ફોલ્ડિંગ સ્ટોક પણ સામેલ છે. તેથી જ તે હળવી, નાની અને ખતરનાક બંદૂક છે. AK 203 7.62x39mm બુલેટનો ઉપયોગ કરે છે, જ્યારે તે INSAS માં 5.56x45mm છે, એટલે કે કેલિબરની દ્રષ્ટિએ પણ આ એકદમ ખતરનાક છે. AK-203 800 મીટર સુધીની રેન્જ ધરાવે છે અને મેગેઝિન 30 રાઉન્ડ સુધી ધરાવે છે. આ સિવાય AK-203 રાઈફલનો ઉપયોગ ઓટોમેટિક અને સેમી ઓટોમેટિક બંને રીતે થઈ શકે છે.

 

આ પણ વાંચો: Jammu-Kashmir: બાંદીપોરા બાદ જમ્મુના શાસ્ત્રીનગર વિસ્તારમાં બ્લાસ્ટ

આ પણ વાંચો: One Ocean Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- ભારત સિંગલ યુઝ પ્લાસ્ટિકને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ

Next Article