Deoghar Ropeway: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ (Jharkhand)ના દેવઘર (Deoghar) જિલ્લામાં ત્રિકુટ પર્વત પર રોપવે અકસ્માતના બચાવ કામગીરીમાં સામેલ સૈનિકો સાથે વાત કરી. પીએમ મોદી દેવઘર બચાવ અભિયાનમાં સામેલ ભારતીય વાયુસેના, ભારતીય સેના, NDRF, ITBP, સ્થાનિક પ્રશાસન અને નાગરિક સમાજના જવાનો સાથે વાત કરી રહ્યા છે અને ત્યાંની સ્થિતિ અને ઓપરેશનમાં આવી રહેલી મુશ્કેલીઓ વિશે માહિતી લઈ રહ્યા છે. જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 60થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
Nation is proud that it has capable forces in the form of Army, Air Force, NDRF, ITBP & Police that has the strength to bring out the people from every crisis. We too learnt lessons from the accident (Trikut ropeway) & rescue mission. Your experience will be useful for future: PM pic.twitter.com/mdQEXqOYMf
— Tv9 Gujarati (@tv9gujarati) April 13, 2022
આ ખાસ વાતચીત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે દેવઘર બચાવ અભિયાનમાં સામેલ સૈનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે હું NDRF, એરફોર્સ, ITBP, આર્મી, જિલ્લા વહીવટીતંત્રના તમામ પ્રતિનિધિઓને અભિનંદન અને આભાર માનું છું, જેમણે ખૂબ જ મુશ્કેલ ઓપરેશનને ધૈર્યપૂર્વક પાર પાડ્યું. તેમણે કહ્યું કે બચાવ કામગીરીમાં સામેલ તમામ એજન્સીઓએ સારા સંકલન સાથે ખૂબ જ ઓછા સમયમાં ઓછામાં ઓછા નુકસાન સાથે ઓપરેશન પાર પાડ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું તમે ત્રણ દિવસ સુધી 24 કલાકનો સમય લઈને મુશ્કેલ બચાવ કાર્ય પૂર્ણ કર્યું અને તમે ઘણા દેશવાસીઓના જીવ બચાવ્યા. આખા દેશે તમારી હિંમતની પ્રશંસા કરી છે, હું તેને બાબા બૈદ્યનાથજીની કૃપા માનું છું. જો કે અમને દુઃખ છે કે અમે કેટલાક સાથીઓનો જીવ બચાવી શક્યા નથી, ઘણા સાથીઓ ઘાયલ પણ થયા છે. પીએમ મોદીએ કહ્યું દેશને ગર્વ છે કે તેની પાસે આપણી આર્મી, એરફોર્સ, એનડીઆરએફ, આઈટીબીપી જવાનો અને પોલીસ ફોર્સના રૂપમાં આટલું કુશળ બળ છે, જે દેશવાસીઓને દરેક સંકટમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવાની ક્ષમતા ધરાવે છે.
લોકોને યુનિફોર્મમાં ઘણો વિશ્વાસ છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે, જો આપણે સૌથી મુશ્કેલ પડકારોનો સામનો કરીને પણ ધીરજથી કામ કરીશું તો સફળતા અવશ્ય મળવાની છે. આ બચાવ કામગીરી દરમિયાન તમે બધાએ જે ધીરજ બતાવી તે અજોડ છે. તેમણે કહ્યું કે લોકોને યુનિફોર્મમાં ઘણો વિશ્વાસ છે. જ્યારે પણ લોકો તમને મુશ્કેલીમાં જુએ છે, ત્યારે તેઓ માને છે કે તેમનું જીવન હવે સુરક્ષિત છે. તેમનામાં એક નવી આશા જાગે છે.
દેવઘરમાં 10 એપ્રિલની સાંજે ત્રિકુટ પર્વત પર પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલ રોપવે કેબલ કાર સાથે અથડાઈ હતી. આ અથડામણ બાદ 1500થી 2000 ફૂટની ઉંચાઈ પર 25 કેબલ કારમાં લગભગ 48 લોકો ફસાઈ ગયા હતા. હવામાં ફસાયેલા આ 48 લોકોમાંથી 46 લોકોને બચાવી લેવાયા છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ થયા છે, જેમાંથી બે લોકો હેલિકોપ્ટરમાંથી બચાવતી વખતે નીચે પડી જતાં મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો: પુખ્ત વયના લોકો માટે બૂસ્ટર ડોઝ લગાવાનો નિર્ણય પહેલાં રસી પરના પૂરતા ડેટાની જરૂર હતી: નિષ્ણાતો
આ પણ વાંચો: ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના દિવસે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે