આઝાદી પહેલા પણ કરવામાં આવી હતી નોટબંધી, જાણો ભારતમાં ક્યારે અને કેટલી વખત કરવામાં આવી નોટબંધી

આઝાદી પહેલા નોટબંધી 1946માં પ્રથમ વખત મોટી નોટો બંધ કરવામાં આવી હતી. 26 જાન્યુઆરી 1946ના રોજ 500, 1000 અને 10000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી.

આઝાદી પહેલા પણ કરવામાં આવી હતી નોટબંધી, જાણો ભારતમાં ક્યારે અને કેટલી વખત કરવામાં આવી નોટબંધી
| Edited By: | Updated on: May 20, 2023 | 8:52 AM

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો છે. RBI ટૂંક સમયમાં દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. RBIએ કહ્યું છે કે હવે 2,000 રૂપિયાની બેંક નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય, તો તમારે બેંકમાં જઈને તેને બદલાવવું પડશે. 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી.

રિઝર્વ બેંક અનુસાર, 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટ બેંકમાં જઈને બદલી શકાશે. એક સમયે નોટ બદલવાની મર્યાદા 20,000 રૂપિયા છે. આરબીઆઈએ બેંકોને સલાહ પણ આપી છે કે તે ગ્રાહકોને 2000ની નોટ ઈશ્યુ ન કરે. જો તમારી પાસે પણ 2000 ની નોટ છે, તો તમે તેને તમારા ખાતામાં જમા કરાવી શકો છો અથવા બેંક શાખામાં જઈને બદલી શકો છો.

નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000ની નોટ જાહેર કરવામાં આવી હતી

નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000ની નોટ જાહેર કરવામાં આવી હતી. પરંતુ ત્રણ વર્ષથી 2000ની નોટ છાપવામાં આવી ન હતી. સૂત્રોનું કહેવું છે કે નકલી નોટોને રોકવા માટે 2000ની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્લેક મનીના બજારને ટાર્ગેટ કરવા માટે ઓપરેશન ક્લીન પોલિસી હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

RBIની આ જાહેરાત બાદ તેની સરખામણી નવેમ્બર 2016ના નોટબંધી સાથે પણ કરવામાં આવી રહી છે. જોકે, આરબીઆઈનું કહેવું છે કે 2013-14માં પણ આવું જ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરબીઆઈએ 2005 પહેલા છપાયેલી નોટોને ચલણમાંથી બહાર કરી દીધી હતી. પરંતુ આ પહેલીવાર નથી જ્યારે મોટી નોટ આ રીતે બંધ કરવામાં આવી હોય. આ પહેલા પણ ઘણી વખત મોટી નોટો બંધ કરવામાં આવી છે.

1946માં પ્રથમ વખત મોટી નોટો બંધ કરવામાં આવી

આઝાદી પહેલા નોટબંધી 1946માં પ્રથમ વખત મોટી નોટો બંધ કરવામાં આવી હતી. 12 જાન્યુઆરી, 1946ના રોજ, બ્રિટિશ ભારતના તત્કાલીન ગવર્નર જનરલ, સર આર્ચીબાલ્ડે મોટી નોટોને ડિમોનેટાઈઝ કરવા માટે એક વટહુકમ પસાર કર્યો હતો. 13 દિવસ પછી 26 જાન્યુઆરી 1946ના રોજ 500, 1000 અને 10000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આઝાદી પહેલા 100 રૂપિયાથી વધુની તમામ નોટો પર પ્રતિબંધ હતો. કાળાં નાણાંને ખતમ કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

16 જાન્યુઆરી 1978ના રોજ 1000, 5000 અને 10000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી

એવું માનવામાં આવતું હતું કે ભારતીય ઉદ્યોગપતિઓએ મોટી સંપત્તિ એકઠી કરી છે અને તેને આવકવેરાથી છુપાવી છે. 1978 માં જનતા પાર્ટીની સરકાર હતી અને મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા. જનતા પાર્ટીની સરકાર બનીને એક વર્ષ જ થયું હતું. અહેવાલો અનુસાર, 14 જાન્યુઆરી, 1978ના રોજ આરબીઆઈને કહેવામાં આવ્યું હતું કે સરકારે મોટી નોટોને રોકવાનું મન બનાવી લીધું છે. આ પછી આરબીઆઈએ નોટ પાછી ખેંચવા માટે એક વટહુકમ કાઢ્યો હતો અને તેને તત્કાલિન રાષ્ટ્રપતિ નીલમ સંજીવા રેડ્ડીએ પણ મંજૂરી આપી હતી.

આ સાથે 16 જાન્યુઆરી 1978ના રોજ 1000, 5000 અને 10000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. 16મી જાન્યુઆરીની વહેલી સવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર આની જાહેરાત કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે જનતા પાર્ટીની સરકારે આ નિર્ણય અગાઉની સરકારના કેટલાક કથિત ભ્રષ્ટ લોકોને નિશાન બનાવવા માટે લીધો હતો.

આ પણ વાંચો : 2000ની નોટ ચલણમાંથી બહાર, 2024ની ચૂંટણી પહેલા PM Modi એ મારી દીધો માસ્ટર સ્ટ્રોક ?

ત્યારબાદ 8 નવેમ્બર, 2016ની તારીખ આવી. 8 નવેમ્બર, 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી. આ અંતર્ગત 500 અને 1000 રૂપિયાની જૂની નોટો ચલણમાંથી બહાર કાઢવામાં આવી હતી. તેના બદલામાં 500ની નવી નોટો આપવામાં આવી હતી. જ્યારે એક હજારની નોટ બંધ થઈ અને તેની જગ્યાએ 2000ની નોટ આવી.

નોટબંધીની ઘોષણા કરતી વખતે, સરકારે કહ્યું હતું કે તેનો હેતુ કાળા નાણાંને કાબૂમાં લેવાનો, નકલી નોટોને રોકવાનો અને આતંકવાદી ભંડોળને રોકવાનો હતો. જોકે, આરબીઆઈએ જણાવ્યું હતું કે નોટબંધીના સમયે દેશભરમાં કુલ 15.41 લાખ હજાર કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. તેમાંથી 15.31 લાખ હજાર કરોડની નોટો સિસ્ટમમાં પાછી આવી હતી. એટલે કે 500 અને 1000ની 99 ટકાથી વધુ નોટો બેંકિંગ સિસ્ટમમાં પરત આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો