Delhi: ખેડૂત સંગઠને કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટ કરવા બનાવી 5 સભ્યોની કમિટી, 7 ડિસેમ્બરે ફરીથી મળશે સંયુક્ત ખેડૂત મોરચાની બેઠક

|

Dec 05, 2021 | 9:18 AM

શનિવારે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આયોજિત બેઠકમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, આંદોલનની ભાવિ દિશા નક્કી કરવા માટે મોરચાની આગામી બેઠક 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે યોજાશે.

Delhi: ખેડૂત સંગઠને કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટ કરવા બનાવી 5 સભ્યોની કમિટી, 7 ડિસેમ્બરે ફરીથી મળશે સંયુક્ત ખેડૂત મોરચાની બેઠક
Farmer leader Rakesh Tikait

Follow us on

Delhi: સંયુક્ત કિસાન મોરચા (SKM) એ શનિવારે MSP, કૃષિ કાયદા (agricultural laws) વિરુદ્ધ આંદોલન (Farmers Protests) દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને વિરોધીઓ સામેના કેસ પાછા ખેંચવા સહિતની તેની પડતર માંગણીઓ પર સરકાર સાથે વાતચીત કરવા માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Farmer leader Rakesh Tikait) આ માહિતી આપી હતી. ટિકૈતે કહ્યું કે બલબીર સિંહ રાજેવાલ, શિવ કુમાર કક્કા, ગુરનામ સિંહ ચદુની, યુદ્ધવીર સિંહ અને સંયુક્ત કિસાન મોરચાના અશોક ધવલેને આ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

કિસાન મોરચાની આગામી બેઠક 7મી ડિસેમ્બરે
શનિવારે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આયોજિત બેઠકમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે આંદોલનની ભાવિ દિશા નક્કી કરવા માટે મોરચાની આગામી બેઠક 7 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે યોજાશે. મીટિંગ પછી, SKM નેતાઓએ કહ્યું કે જ્યાં સુધી ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં ન આવે અને લેખિત ખાતરી માંગવામાં ન આવે ત્યાં સુધી તેઓ સિંઘુ સરહદ છોડશે નહીં. તેમણે કહ્યું કે અલગ-અલગ રાજ્યોમાં ખેડૂતો વતી કોણ વાત કરશે, આ સમિતિ નક્કી કરશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખેડૂત નેતા અને SKMના સભ્ય અશોક ધવલેએ જણાવ્યું હતું કે શહીદ ખેડૂતોના પરિવારોને વળતર, ખેડૂતો પર દાખલ કરવામાં આવેલા ખોટા કેસ અને લખીમપુર ખીરી ઘટનાના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

MSP પર કાયદાકીય ગેરંટી સહિતની અનેક માંગણીઓ માટે ખેડૂતોનો વિરોધ ચાલુ
વિરોધ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગણીઓમાંની એક, ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને રદ કરવા માટે સોમવારે સંસદમાં એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. જો કે, વિરોધ કરી રહેલા ખેડૂતો એમએસપી પર કાયદેસરની ગેરંટી, આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને કેસો પાછા ખેંચવા જેવી તેમની અન્ય માંગણીઓ માટે દબાણ કરી રહ્યા હોવાથી મડાગાંઠ ચાલુ છે.

આ પણ વાંચો: 9 વર્ષના બાળક જેવો દેખાય છે આ 19 વર્ષનો યુવાન, જાણો ઇન્સ્ટાગ્રામે કેમ બેન કર્યુ તેનું એકાઉન્ટ

Next Article