Delhi: દિલ્હીના અલીપુરમાં વેરહાઉસની દિવાલ ધરાશાયી થતાં 5 લોકોનાં મોત, કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ

|

Jul 15, 2022 | 4:01 PM

દિલ્હીના (Delhi) અલીપુરના વેરહાઉસમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. દિલ્હી પોલીસે 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પોલીસની સાથે ફાયર બ્રિગેડ પણ સ્થળ પર હાજર છે.

Delhi: દિલ્હીના અલીપુરમાં વેરહાઉસની દિવાલ ધરાશાયી થતાં 5 લોકોનાં મોત, કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ
Delhi - Alipur Wall Collapse

Follow us on

દિલ્હીના (Delhi) અલીપુરના વેરહાઉસમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. દિલ્હી પોલીસે (Delhi Police) 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. પોલીસની સાથે ફાયર બ્રિગેડ પણ સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર વિભાગે કહ્યું કે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. અલીપુર વિસ્તારના બકોલી ગામમાં દિવાલ ધરાશાયી થવાની ઘટના બપોરે 12.42 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ કાટમાળ નીચે 9 લોકો ફસાયા હોવાની આશંકા છે. આ દિવાલ નિર્માણાધીન વેરહાઉસની હતી. તે અચાનક પડી ગઈ હતી. દિવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા હતા, પરંતુ હવે મૃત્યુઆંક 5 પર પહોંચી ગયો છે.

હોસ્પિટલમાં દાખલ બે લોકોની હાલત અત્યંત ગંભીર જણાવવામાં આવી રહી છે. ઈંટની દીવાલ ધરાશાયી થવાના કારણે કાટમાળ હટાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાટમાળ હટાવવા માટે JCB મશીન તૈનાત કરવામાં આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અલીપુર દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ પોતે રાહત અને બચાવ કાર્ય પર નજર રાખી રહ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 

જેસીબીથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે

ઈંટોની દીવાલના કારણે કાટમાળ હટાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. દિવાલ પડી જવાના સમાચાર વિસ્તારમાં ફેલાતાની સાથે જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બચાવ માટે NDRFની ટીમ પણ ઘટનાસ્થળે હાજર છે. રેસ્ક્યુ માટે ક્રેઈનની મદદ લેવામાં આવી રહી છે. દિવાલ ધરાશાયી થયાના સમાચાર મળતા જ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ વાતની જાણ થતાં જ ઘટનાસ્થળે હાજર લોકોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડને પણ અકસ્માતની જાણ કરવામાં આવી હતી. લગભગ 14 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી પાંચ લોકોના મોત થયા છે.

 

Published On - 3:15 pm, Fri, 15 July 22

Next Article