Punjab : શાળા શિક્ષણને લઈને પંજાબ અને દિલ્હી સરકાર વચ્ચે ચાલી રહેલા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે પંજાબના શિક્ષણ મંત્રી પરગટ સિંહે ફરી એકવાર આમ આદમી પાર્ટી (AAP) પર નિશાન સાધ્યું અને દિલ્હી સરકારની શિક્ષણ નીતિઓને “અરવિંદ કેજરીવાલ” નકલી મોડલ ગણાવ્યા. સિંહે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા પર સવાલ ઉઠાવ્યા અને પૂછ્યું કે તે 250 શાળાઓની યાદી અને તેમનો પ્રદર્શન રેકોર્ડ ક્યાં છે ?
250 શાળાઓની યાદી અને તેમની કામગીરીનો રેકોર્ડ ક્યાં છે ?
પરગટ સિંહે એક ટ્વિટ કરીને AAP સરકાર પર નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું, “મનીષ સિસોદિયા(Manish Sisodiya) જી, મારુ પંજાબને વચન છે, હું તમને આ રીતે જવા નહીં દઉં. 250 શાળાઓની યાદી અને તેમની કામગીરીનો રેકોર્ડ ક્યાં છે ? અરવિંદ કેજરીવાલ જી તમે શું છુપાવવા માંગો છો ? તમે સિસોદિયાજીને કેમ બચાવો છો અને તેમને યુક્તિઓ કરવા દો છો ? આજે હું શિક્ષણના કેજરીવાલ મોડેલનો પર્દાફાશ કરીશ.
-No.of children in Delhi govt. schools decreasing & the no.of children increasing in pvt.schools since AAPcame to power.
FYI:In last 3 yrs,the no.of children in govt.schools in Punjab has increased by a record 5%,14% & 14% which is the biggest increase in the history.(3/9) pic.twitter.com/iApJMG0Xyl
— Pargat Singh (@PargatSOfficial) December 1, 2021
દિલ્હીની સરકારી શાળાઓનું ધોરણ 10 બોર્ડનું પરિણામ સૌથી ખરાબ છે ?
વધુમાં તેણે લખ્યું કે, “તમે તમારા એજ્યુકેશન મોડલની (Education Model) તુલના શીલા દીક્ષિત સાથે કેમ નથી કરતા. શું આ કારણો છે કે શીલા દીક્ષિત સરકારના સમયની સરખામણીમાં દિલ્હીની સરકારી શાળાઓનું 10 બોર્ડનું પરિણામ સૌથી ખરાબ છે ? તમને જણાવી દઈએ કે કોંગ્રેસની સરકાર બન્યા બાદ પંજાબમાં ધોરણ 10 બોર્ડના પરિણામોમાં સતત સુધારો જોવા મળી રહ્યો છે.
દિલ્હીની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે- સિંહ
ઉપરાંત પરગટ સિંહે દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટી (AAP)સત્તામાં આવ્યા બાદ દિલ્હીની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે અને ખાનગી શાળાઓમાં બાળકો વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા ત્રણ વર્ષમાં પંજાબની સરકારી શાળાઓમાં 5, 14 અને 14 ટકા સાથે વિદ્યાર્થીઓની સંખ્યાના રેકોર્ડમાં વધારો થયો છે, જે સૌથી ઝડપી વૃદ્ધિ છે.
Why are you not comparing ur education model with Sheila Dixit?
Is this the reason?
-10th result of Delhi government schools worse than that of Sheila Dikshit’s government.
FYI : Punjab’s 10th result has been consistently improving Since congress came in power.(2/9) pic.twitter.com/rJT8CkkgNH
— Pargat Singh (@PargatSOfficial) December 1, 2021
આ પણ વાંચો : Mumbai Visit : મમતાની વધી મુશ્કેલી ! રાષ્ટ્રગીતના અનાદર બદલ ભાજપના નેતાએ દીદી વિરુધ્ધ નોંધાવી ફરિયાદ
આ પણ વાંચો : UP TET Paper Leak : પેપર લીક, જવાબદાર કોણ ? તપાસમાં STFએ કર્યો મોટો ખુલાસો !
Published On - 9:45 am, Thu, 2 December 21