Delhi Unlock News : કોરોના પ્રતિબંધોમાં મળી છૂટ, જાણો શું ખુલ્લુ રહેશે અને શું રહેશે બંધ ?

|

Jul 04, 2021 | 5:25 PM

Corona update : સોમવારે દિલ્લીમાં કોરોના ગાઇડલાઇન્સમાં (Corona Guidelines) થોડી છૂટ આપવામાં આવી છે. આ બાબતે ડીડીએમએ તરફથી નવા દિશા નિર્દેશને લઇ આદેશ આપવામાં આવ્યા છે.

Delhi Unlock News : કોરોના પ્રતિબંધોમાં મળી છૂટ, જાણો શું ખુલ્લુ રહેશે અને શું રહેશે બંધ ?
સાંકેતિક તસ્વીર

Follow us on

કોરોનાની બીજી લહેર ધીમી પડ્યા બાદ સોમવારે દિલ્લીમાં કોરોના ગાઇડલાઇન્સમાં (Corona Guidelines) થોડી છૂટ આપવામાં આવી છે. આ બાબતે ડીડીએમએ તરફથી નવા દિશા નિર્દેશને લઇ આદેશ આપવામાં આવ્યા છે. દિલ્લીમાં હવે સોમવારથી સ્ટેડિયમ અને ખેલ પરિસર (Sports Complex) ખોલવાની પરવાનગી મળી ગઇ છે, પરંતુ દર્શકોના પર પ્રતિબંધ ચાલુ રહેશે.

કોરોના નિયમોને લઇને દિલ્લી સરકારે જે ગાઇડલાઇન્સ આપી હતી તે આજ સુધી એટલે કે 4 જુલાઇ સુધી અમલી હતી. દિલ્લી સરકાર તરફથી કોરોનાના ઓછા થતા કેસને જોતા ધીમે ધીમે છૂટ આપવામાં આવી રહી છે. ડીડીએમ તરફથી દિલ્લી માટે કોરોનાની નવી ગાઇડલાઇન્સ આપવામાં આવી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

જાણો શું ચાલુ રહેશે અને શું બંધ 

નવા દિશા નિર્દેશમાં જ્યાં સ્ટેડિયમ અને ખેલ પરિસરને દર્શકો વિના ખોલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તેમ છતાં કેટલીક જગ્યાઓ પર પહેલાની જેમ પ્રતિબંધ ચાલુ રહેશે. કોરોના સંક્રમણના ખતરાને જોતા દિલ્લીમાં સિનેમા અને થિએટર પર પ્રતિબંધ ચાલુ રહેશે. આ સાથે જ મલ્ટીપ્લેક્સ, બેન્ક્વેટ હોલ, સામાજિક, રાજકીય સભા, સ્વિમિંગ પૂલ, સ્કૂલ, કૉલેજ, સ્પા અને મનોરંજન પાર્ક દિલ્લીમાં પ્રતિબંધિત છે.

કોરોના સંક્રમણની નવી ગાઇડલાઇનમાં અત્યારે દિલ્લી મેટ્રો સહિત અન્ય સાર્વજનિક વાહનો પર પણ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યા છે. યાત્રાના સાધનો પણ પૂરી ક્ષમતા સાથે ચાલવા પર પ્રતિબંધ ચાલુ રહેશે. અત્યારે સ્કૂલ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ પણ સંપૂર્ણ રીતે બંધ રહેશે. કોરોનાન કેસ જરુર થયા છે, પણ સંક્રમણનો ખતરો ઓછો થયો નથી.

Next Article