નૂપુર શર્માને ધમકીઓ મળતા દિલ્હી પોલીસે સુરક્ષા વધારી, પ્રોફેટ પર ટિપ્પણી બાદ ભાજપમાંથી સસ્પેન્ડ કરાઈ હતી

|

Jun 07, 2022 | 1:09 PM

દિલ્હી પોલીસે પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ નૂપુર શર્માને (Nupur Sharma) જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની ફરિયાદના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી. ફરિયાદ બાદ નૂપુર અને તેના પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

નૂપુર શર્માને ધમકીઓ મળતા દિલ્હી પોલીસે સુરક્ષા વધારી, પ્રોફેટ પર ટિપ્પણી બાદ ભાજપમાંથી સસ્પેન્ડ કરાઈ હતી
Nupur sharma (file photo )

Follow us on

દિલ્લી પોલીસે (Delhi Police) નૂપુર શર્મા અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડી છે, જેમને પયગંબર મોહમ્મદ વિરુદ્ધ તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભારતીય જનતા પાર્ટી (BJP) માંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ધમકી મળ્યા બાદ નુપુર શર્માને સુરક્ષા (Nupur Sharma Security) આપવામાં આવી છે. નૂપુરને પયગંબર મુહમ્મદ વિશેની ટિપ્પણી બાદથી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી, જેની સામે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને સુરક્ષા પૂરી પાડવાની વિનંતી કરી. આ ફરિયાદના આધારે દિલ્લી પોલીસે નૂપુર અને તેના પરિવારને સુરક્ષા પૂરી પાડી છે.

આ પહેલા, દિલ્લી પોલીસે (Delhi Police) પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ભાજપના પૂર્વ પ્રવક્તા શર્માને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાની ફરિયાદોના સંબંધમાં એફઆઈઆર નોંધી હતી. શર્માએ પોતાને મળી રહેલી ધમકીઓને ટાંકીને, દિલ્લી પોલીસને સુરક્ષા પ્રદાન કરવાની વિનંતી કરી હતી. દિલ્લી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શર્માએ આરોપ લગાવ્યો હતો કે તેમને ધમકીઓ મળી રહી છે અને તેમની ટિપ્પણી પર હેરાન કરવામાં આવી રહ્યા છે, જેના પગલે તેમને અને તેમના પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.”

જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
બપોરના સુવાથી શું થાય છે ? બપોરે સૂવુ જોઈએ કે નહીં ?
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન
પાણી ઠંડુ કરવાની સાથે ઘરની સફાઇમાં પણ ઉપયોગી છે બરફ, જાણો કેવી રીતે
આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો

અજાણ્યા લોકો સામે FIR દાખલ કરવામાં આવી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, શર્માએ 28 મેના રોજ વિવિધ વ્યક્તિઓ સામે જાનથી મારી નાખવાની ધમકીઓના સંબંધમાં સાયબર સેલ યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 506 (ગુનાહિત ધાકધમકી), 507 (અનામી સંદેશાવ્યવહાર દ્વારા ફોજદારી ધાકધમકી) અને 509 ( એવા શબ્દ, હાવભાવ અથવા કૃત્ય કે જે મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાના હેતુથી કરાયેલ હોય) હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, “તપાસ દરમિયાન નૂપુર શર્માએ દુશ્મનીને પ્રોત્સાહન આપવા બદલ કેટલાક લોકો સામે બીજી ફરિયાદ નોંધાવી હતી.” ફરિયાદની તપાસ બાદ આ કેસમાં IPCની કલમ 153A ઉમેરવામાં આવી હતી. ટ્વિટરને નોટિસ મોકલવામાં આવી છે અને તેના જવાબની રાહ જોવાઈ રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.

મુસ્લિમ દેશોએ વિવાદાસ્પદ ટિપ્પણીઓની આકરી ટીકા કરી હતી

પયગંબર મોહમ્મદ વિરુદ્ધ ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણીની ઘણા મુસ્લિમ દેશો દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. દરમિયાન, ભાજપે રવિવારે શર્માને સસ્પેન્ડ કરી દીધી હતી અને દિલ્લીના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને પણ હાંકી કાઢ્યા હતા. મુસ્લિમ સંગઠનોના વિરોધ અને કુવૈત, કતાર અને ઈરાન જેવા દેશોની તીવ્ર પ્રતિક્રિયા વચ્ચે, ભાજપે એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેઓ તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોના અપમાનની સખત નિંદા કરે છે.

Published On - 1:08 pm, Tue, 7 June 22

Next Article