DELHI POLICE : સારવાર લઇ રહેલા 235 કોરોના દર્દીઓ માટે ભગવાન બનીને આવી દિલ્હી પોલીસ, જાણો સમગ્ર ઘટના

|

Apr 20, 2021 | 6:52 PM

DELHI POLICE એ 235 કોરોના દર્દીઓને મોતના મુખમાંથી બચાવી લીધા.

DELHI POLICE : સારવાર લઇ રહેલા 235 કોરોના દર્દીઓ માટે ભગવાન બનીને આવી દિલ્હી પોલીસ, જાણો સમગ્ર ઘટના
IMAGE : DELHI POLICE

Follow us on

DELHI POLICE એ ફરી એક વાર પ્રશંસનીય કામગીરી કરી છે. પાટનગર દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારની બાલાજી એક્શન હોસ્પિટલમાં સોમવારે રાત્રે ઘટેલી એક ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો અને આ ઘટનાના કારણે ત્યાં સારવાર લઇ રહેલા 235 કોરોના દર્દીઓ સાક્ષાત મૃત્યુને ભાળી ગયા હતા. જો કે ખરા સમયે દિલ્હી પોલીસ આ 235 દર્દીઓ માટે ભગવાન બનીને આવી.

શું ઘટી હતી ઘટના
19 એપ્રિલને સોમવારે રાત્રે દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારની બાલાજી એક્શન હોસ્પિટલમાં હોસ્પિટલની લિક્વિડ ગેસ ટેંકમાં ઓક્સિજન ખાલી થવા આવ્યો હતો અને 235 દર્દીઓનો જીવ તાળવે ચોંટી ગયા હતા. એક બાજુ ગેસ ટેંકમાં થોડોક જ લીક્વીડ ઓક્સીજન બચ્યો હતો તો બીજી બાજુ હોસ્પિટલ માટે ગ્રેટર નોઇડાથી 14000 લિટર લિક્વિડ ઓક્સિજન અને ફિરદાબાદથી 5500 લિટર લીક્વીડ ઓક્સીજન લઈને આવતા કન્ટેનરો દિલ્હી નોઇડા અને દિલ્હી ફરીદાબાદ બોર્ડર પર ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઘટનાની દિલ્હી પોલીસને જાણ કરાઈ
આ સમગ્ર ઘટનાની DELHI POLICE ને કરવામાં આવી હતી. આઉટર દિલ્હીના એડીશનલ ડીસીપી સુધાંશુ ધામાએ જણાવ્યું હતું કે, “હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને એક્શન બાલાજીના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટનો ફોન આવ્યો કે, હોસ્પિટલનો ઓક્સિજન સપ્લાય ગંભીર તબક્કે પહોંચી ગયો છે. તેઓ પાસે 2 કન્ટેનર છે, જે 19,500 લિટર ઓક્સિજન પ્રવાહી લઈને આવી રહ્યાં છે. પણ આ બંને કન્ટેનર દિલ્હીની બોર્ડર પર ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે.”

235 દર્દીઓ માટે ભગવાન બનીને આવી દિલ્હી પોલીસ
ડીસીપીએ કહ્યું, “એક કન્ટેનર તે સમયે પરી ચોક પર હતું. ત્યાંથી આવવું પણ એક સમસ્યા હતી અને બીજું બદપરપુર સરહદની પહેલા હતું, ત્યારબાદ અમે એક ડેડીકેટ કોરિડોર માર્ગ આપવાનું નક્કી કર્યું, તે માટે અમે અમારા ઇઆરવી અને ક્યુઆરટી ટીમને પરી ચોક અને બદપરપુરથી આવતા કન્ટેનરો માટે ડી.એન.ડી. ફ્લાયઓવર પર તેમને ખુલ્લો માર્ગ પૂરો પાડવા માટે ટ્રાફિક અને કંટ્રોલ રૂમ સાથે સંકલન કરી લીધું હતું. એક ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો અને બંને કન્ટેનર દિલ્હી પોલીસની ગાડીઓ દ્વારા એક્શન બાલાજી હોસ્પિટલમાં લઈ જવામાં હતા.”

DELHI POLICE ના ડીસીપી સુધાંશુ ધામાએ કહ્યું, “અમને 12:15 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો અને રાત્રે 1:50 ની આસપાસ અમે ઓક્સીજનના કન્ટેનરને હોસ્પિટલ પહોચાડી દીધા હતા,”

Next Article