કેટલો ભારે ગુનો હશે કે પોલીસે ‘ટ્રંક’ ભરીને લાવવા પડ્યા ચાર્જશીટ અને દસ્તાવેજો !!! કોણ છે આરોપીઓ અને શું છે તેમનો ગુનો ? જાણવા માટે click કરો

|

Jan 14, 2019 | 11:03 AM

જેએનયૂમાં દેશ વિરોધી નારાબાજી વિરુદ્ધ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દિધી. પોલીસ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર સહિત 10 લોકોના નામો સામેલ છે. કોર્ટ મંગળવારે ચાર્ટશીટ પર સુનાવણી કરશે. મહત્વની વાત એ છે કે ત્રણ વર્ષ સુધી ચાલેલી તપાસ બાદ પોલીસે ચાર્જશીટની કૉપી […]

કેટલો ભારે ગુનો હશે કે પોલીસે ‘ટ્રંક’ ભરીને લાવવા પડ્યા ચાર્જશીટ અને દસ્તાવેજો !!! કોણ છે આરોપીઓ અને શું છે તેમનો ગુનો ? જાણવા માટે click કરો

Follow us on

જેએનયૂમાં દેશ વિરોધી નારાબાજી વિરુદ્ધ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દિધી.

પોલીસ દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર સહિત 10 લોકોના નામો સામેલ છે. કોર્ટ મંગળવારે ચાર્ટશીટ પર સુનાવણી કરશે. મહત્વની વાત એ છે કે ત્રણ વર્ષ સુધી ચાલેલી તપાસ બાદ પોલીસે ચાર્જશીટની કૉપી અને અન્ય દસ્તાવેજો ટ્રંકમાં લઈને કોર્ટ પહોંચવું પડ્યું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

1200 પાનાની ચાર્જશીટ, 12 નારાઓનો ઉલ્લેખ

કન્હૈયા કુમાર સહિત 10 આરોપીઓ વિરુદ્ધ પોલીસે 1200 પાનાની જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં જેએનયૂમાં લગાવવામાં આવેલા 12 કથિત દેશ વિરોધી નારાઓ સામેલ છે. આ નારાઓ છે ‘હમ લેકે રહેંગે આજ઼ાદી’, ‘સંગબાજી વાલી આજ઼ાદી’, ‘ભારત તેરે ટુકડે હોંગે’, ‘કશ્મીર કી આજ઼ાદી તક જંગ જારી રહેગી’, ‘ભારત કે મુલ્ક કો એક ઝટકા ઔર દો’, ‘ભારત કો એક રગડ઼ા ઔર દો’, ‘તુમ કિતને મકબૂલ મરોગે’, ‘ઇંડિયન આર્મી કો દો રગડ઼ા’.

કયા 10 આરોપીઓ ?

ચાર્જશીટમાં જે આરોપીઓના નામ છે, તેમાં કન્હૈયા કુમાર, સૈયદ ઉમર ખાલિદ, અનિર્બાન ભટ્ટાચાર્ય, આકિબ હુસૈન, મુજીબ હુસૈન, મુનીબ હુસૈન, ઉમર ગુલ, રઈસ રસૂલ, બશરત અલી અને ખલિદ બશીર ભટનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 124A, 323, 465, 143, 149, 147, 120B હેઠળ ગુના દાખલ કરાયા છે.

કન્હૈયાની શું પ્રતિક્રિયા ?

‘ત્રણ વર્ષ બાદ ચૂંટણીથી પહેલા ચાર્જશીટ ફાઇલ કરવા પાછળ રાજકીય મંશા છે. મને દેશની ન્યાયપાલિકામાં આસ્થા છે.’

શું છે પોલીસ તપાસમાં ?

પોલીસની તપાસમાં બહાર આવ્યું કે કન્હૈયા કુમારે 9 ફેબ્રુઆરી, 2016ની સાંજે જેએનયૂમાં પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કર્યું. જેએનયૂ કૅમ્પસમાં આવી પ્રવૃત્તિ માટે લેવાતી પરવાનગીની પ્રક્રિયા પણ પૂરી ન કરવામાં આવી. આ પ્રદર્શનકારીઓને રોકવામાં આવ્યાં અને તેમને જાણ કરવામાં આવી કે આવા કોઈ પણ કાર્યક્રમ કરવા માટે તેમની પાસે મંજૂરી નથી.

[yop_poll id=600]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article