Delhi Oxygen Crisis : દિલ્લીની હોસ્પિટલોમાં 8 થી 10 કલાક પૂરતો જ ઓક્સિજન બાકી, કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક સપ્લાય વધારવા માગ

|

Apr 21, 2021 | 2:12 PM

ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ ગઇ કાલે જ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી કે દિલ્લીમાં ઓક્સિજનની અછત સર્જાય રહી છે

Delhi Oxygen Crisis : દિલ્લીની હોસ્પિટલોમાં 8 થી 10 કલાક પૂરતો જ ઓક્સિજન બાકી, કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક સપ્લાય વધારવા માગ
ફાઇલ ફોટો

Follow us on

Delhi Oxygen Crisis : કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે દેશની રાજધાનીમાં ઓક્સિજનની અછત આજે પણ યથાવત છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાએ ગઇ કાલે જ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી કે દિલ્લીમાં ઓક્સિજનની અછત સર્જાય રહી છે. તેમણે ગઇ કાલે જ પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની તાત્કાલિક ધોરણે જરૂરિયાત હોવાની વાત કહી હતી. મનીષ સિસોદીયાએ કહ્યુ હતુ કે મને દિલ્લીની હોસ્પિટલોમાંથી ફોન આવી રહ્યા છે કે હવે ઓક્સિજન ખૂટી રહ્યુ છે અને તાત્કાલિક ધોરણે તેમને ઓક્સિજન સપ્લાય કરવામાં આવે.

મનીષ સિસોદીયાએ ગઇ કાલે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે “દિલ્લીની કેટલીક હોસ્પિટલોમાં ફક્ત 8 થી 12 કલાક ચાલે એટલું જ ઓક્સિજન છે. અમે એક અઠવાડિયાથી કેન્દ્ર ને રજૂઆત કરી રહ્યા હતા કે દિલ્લીમાં ઓક્સિજનની સપ્લાય વધારવામાં આવે. જે કેન્દ્ર સરકારે કરવાનું છે. જો કાલ સવાર સુધી ઓક્સિજન હોસ્પિટલોમાં નહીં પહોંચે તો હાલત ગંભીર થશે”.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
Next Article