Breaking News : BRICS સમિટને લઈને દિલ્હી હાઈ એલર્ટ પર, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને NSG તૈનાત

Breaking News : BRICS સમિટને લઈને દિલ્હી હાઈ એલર્ટ પર, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને NSG તૈનાત

| Updated on: Sep 10, 2026 | 5:53 PM

બ્રિક્સ સમિટ માટે દિલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વૈશ્વિક નેતાઓની સુરક્ષા માટે 25,000 સુરક્ષાકર્મીઓ, એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ, એન્ટી-એરક્રાફ્ટ ગન અને NSG કમાન્ડો તૈનાત કરાયા છે.

દિલ્હી બ્રિક્સ સમિટને લઈને હાઈ એલર્ટ પર છે. વૈશ્વિક નેતાઓના જમાવડાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુરક્ષા ચક્રવ્યુહમાં 25,000 થી વધુ સુરક્ષાકર્મીઓ દિલ્હીમાં તૈનાત રહેશે.

મહાનુભાવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ સક્રિય કરવામાં આવી છે અને એન્ટી-એરક્રાફ્ટ ગન પણ તૈનાત કરાઈ છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) અને પેરામિલિટરી ફોર્સીસ પણ સુરક્ષામાં સહાયક રહેશે.

આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન, નવી દિલ્હીમાં ઊંચી ઇમારતોની ટોચ પર સજ્જ કમાન્ડો તૈનાત રહેશે, જે સતત ચાંપતી નજર રાખશે. સ્નાઇપર્સ અને એન્ટી-સાબોટેજ ટીમો પણ ખડેપગે રહેશે. 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીના 35 માર્ગો અને 11 હોટલ સુરક્ષા ઘેરા હેઠળ રહેશે. બ્રિક્સનો મુખ્ય કાર્યક્રમ ભારત મંડપમ ખાતે યોજાશે, જ્યાં પ્રતિનિધિઓ રોકાયા છે તે હોટલ્સ સહિત, બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે શહેરમાં સુરક્ષા માટે 15,000 થી વધુ પોલીસ કર્મચારીઓ અને 100 થી વધુ NSG કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એન્ટી-ડ્રોન સિસ્ટમ્સને પણ સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવી છે.

નવી દિલ્હીમાં મળશે શી જિનપિંગ અને પુતિન; પીએમ મોદીની કૂટનીતિ પર વિશ્વની નજર

Follow Us
Loading...
Unable to load recommendations.