કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીને મળ્યા, 30 મિનિટ સુધી કરી વાતચીત

|

Sep 23, 2020 | 2:04 PM

ગૃહપ્રધાન અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી. બંને નેતાઓની વચ્ચે દિલ્હીમાં 30 મિનિટ સુધી મુલાકાત ચાલી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાબરી મસ્જિલ વિધ્વંસ કેસમાં લાલ કૃષ્ણ અડવાણીને કોર્ટમાં હાજર થવાનું છે, તે પહેલા બંને નેતાઓની વચ્ચે તેના મુખ્ય મુદ્દાઓ પર મુલાકાત થઈ. Delhi: Home Minister #AmitShah met senior Bharatiya […]

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીને મળ્યા, 30 મિનિટ સુધી કરી વાતચીત

Follow us on

ગૃહપ્રધાન અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સાથે મુલાકાત કરી. બંને નેતાઓની વચ્ચે દિલ્હીમાં 30 મિનિટ સુધી મુલાકાત ચાલી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાબરી મસ્જિલ વિધ્વંસ કેસમાં લાલ કૃષ્ણ અડવાણીને કોર્ટમાં હાજર થવાનું છે, તે પહેલા બંને નેતાઓની વચ્ચે તેના મુખ્ય મુદ્દાઓ પર મુલાકાત થઈ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ મુલાકાત દરમિયાન ભાજપના સિનિયર નેતા ભૂપેન્દ્ર યાદવ પણ સાથે હતા. તમને જણાવી દઈએ કે બાબરી વિધ્વંસ મામલે 24 જુલાઈએ લાલ કૃષ્ણ અડવાણીને કોર્ટમાં હાજર થવાનું છે. અડવાણી વીડિયો કોન્ફરન્સ દ્વારા CBIની વિશેષ કોર્ટની સામે હાજર થશે. આ દરમિયાન બાબરી વિધ્વંસને લઈ તેમનું નિવેદન પણ લેવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

92 વર્ષના લાલ કૃષ્ણ અડવાણી દેશમાં રામમંદિર નિર્માણ આંદોલનના આગેવાન રહ્યા છે. અયોધ્યામાં બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટના 6 ડિસેમ્બર 1992ના રોજ બની હતી. ત્યારબાદ આ મામલે એલ.કે.અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહની વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો છે. આ મામલે ઉમાભારતી, કલ્યાણ સિંહ કોર્ટ સામે પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. હવે 23 જુલાઈએ મુરલી મનોહર જોશી અને 24 જુલાઈએ એલ.કે.અડવાણી પોતાનું નિવેદન દાખલ કરાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે એલ.કે.અડવાણીને પણ આમંત્રણ આપવામાં આવી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:28 pm, Wed, 22 July 20

Next Article