દિલ્હી-હરિદ્વાર શતાબ્દી ટ્રેનના એક ડબ્બામાં લાગી આગ, ડ્રાઈવરની સમજને કારણે તમામ મુસાફરો સલામત

|

Mar 13, 2021 | 5:53 PM

દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસની (shatabdi express train) બોગીમાં આગ (fire) લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે રાયવાલા અને કાંસરો રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેન પાટા ઉપર દોડી રહી હતી.

દિલ્હી-હરિદ્વાર શતાબ્દી ટ્રેનના એક ડબ્બામાં લાગી આગ, ડ્રાઈવરની સમજને કારણે તમામ મુસાફરો સલામત
શતાબ્દી એક્ષપ્રેસમાં આગ

Follow us on

દિલ્હીથી દહેરાદૂન જઈ રહેલી શતાબ્દી એક્સપ્રેસની (shatabdi express train) બોગીમાં આગ (fire) લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે રાયવાલા અને કાંસરો રેલ્વે સ્ટેશનની વચ્ચે ટ્રેન પાટા ઉપર દોડી રહી હતી. ટ્રેનની બોગીમાં આગની સૂચના મળતા જ ડ્રાઈવરે ટ્રેન રોકી હતી અને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. ત્યારબાદ ટ્રેનની બોગી સળગવા લાગી. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યા. આ ઘટના થતાં રેલ્વે અને જીઆરપીના અધિકારીઓ હાજર છે. મળેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. મળેલી માહિતી અનુસાર આગ લાગવાનું કારણ શોર્ટ સર્કીટ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

 

ઉલ્લેખનીય છે કે કાંસરો સ્ટેશન રાજાજી ટાઈગર રિઝર્વના મુખ્ય વિસ્તારમાં આવે છે. પ્રારંભિક માહિતી અનુસાર આ કોચને અલગ કરવામાં આવ્યો છે. તે જ સમયે આ ઘટનામાં કોઈ જાનહાનિ વિશે માહિતી મળી નથી. ટ્રેનની બોગીમાં આગ લાગવાના કારણે રાજાજી અને રેલ્વેમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સ્થળે કાંસરો રેંજ અને રેન્જરનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે ગયો હતો અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્વાળાઓથી ઘેરાયેલી બોગી ટ્રેનથી દૂર કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Kerala Election 2021: 25 વર્ષ બાદ મુસ્લિમ લીગે કોઈ મહિલા ઉમેદવારને આપી ટિકિટ, જાણો કેવી રીતે મળ્યો મોકો

Published On - 5:24 pm, Sat, 13 March 21

Next Article