
સોમવાર, 5 ઑગસ્ટના રોજ સંસદના ચોમાસુ સત્રના 11મા દિવસે દુઃખદ ઘટના સામે આવી છે. તામિલનાડુના કોંગ્રેસ સાંસદ આર. સુધા સાથે દિલ્હીમાં સોનાની ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. તેઓએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.
સાંસદ આર. સુધા, જેઓ તામિલનાડુના મયિલાદુથુરાઈમાંથી ચૂંટાઈ આવ્યા છે, તેઓ સવારે 6 વાગ્યે મોર્નિંગ વોક માટે ચાણક્યપુરી વિસ્તારમાં નીકળ્યા હતા. પોલેન્ડ દૂતાવાસ પાસે એક બાઈક પર સવાર અજાણ્યા શખ્સે તેમના ગળામાંથી આશરે 32 ગ્રામ વજનની સોનાની ચેઇન છીનવી લીધી અને ફરાર થઈ ગયો. આ ઘટનામાં તેમને ઈજા થઈ અને તેઓ આઘાતમાં આવી ગયા.
આ ઘટના બાદ આર. સુધાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર અને દિલ્હી પોલીસને પત્ર લખીને ફરિયાદ નોંધાવી. પત્રમાં તેમણે જણાવ્યું, “આ ગુનાહિત હુમલાએ મને આઘાતમાં મૂકી દીધા છે. મે મારી ચેઇન ગુમાવી છે અને મારી સુરક્ષાની ગંભીરતા વિશે સવાલ ઊભો થયો છે.”
Delhi | Member of Parliament from Mayiladuthurai Lok Sabha constituency in Tamil Nadu, R. Sudha writes to Union Home Minister Amit Shah, stating that her gold chain was snatched and she suffered injuries in th incident this morning near Poland Embassy in Chanakyapuri area. She… pic.twitter.com/YLWGZ2vqad
— ANI (@ANI) August 4, 2025
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર મહિલાએ સવારના સમયમાં ચેઇન સ્નેચિંગની ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપીની ઓળખ કરવા માટે આસપાસના CCTV ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે અને તપાસ ઝડપથી ચાલી રહી છે.
દિલ્હીના પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે સોશિયલ મીડિયા ‘X’ (અગાઉનું ટ્વિટર) પર સરકાર પર પ્રહારો કરતાં લખ્યું, “દિલ્હીમાં ચેઇન અને મોબાઈલ લુંટની ઘટનાઓ રોજિંદી બાબત બની ગઈ છે. લોકો FIR પણ નોંધાવા ભયભીત થાય છે કારણ કે તેમનું વિશ્વાસ ચુકી ગયું છે.”
सांसद की चेन झपटी
दिल्ली में तमिलनाडु की सांसद एम सुधा से झपटमारी हुई यानी महिला सांसद के साथ सुबह 6 बजे मॉर्निंग वॉक के दौरान चेन स्नेचिंग की वारदात हुई है ।
बताया जा रहा है बाइक सवार बदमाशों ने सोने की चेन खींची और फरार हो गए।
हालाकि दिल्ली में ये कोई नई बात नहीं है ।…
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) August 4, 2025
લોકસભામાં બિહાર વોટર લિસ્ટ રિવિઝન મુદ્દે વિપક્ષે હોબાળો મચાવતાં, સત્ર બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવું પડ્યું. ચોમાસુ સત્રમાં હજુ સુધી ફક્ત બે દિવસ કામકાજ થઈ શક્યું છે. આજે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નેન્સ બિલ 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી કાયદા (સુધારા) બિલ પર ચર્ચા થવાની શક્યતા છે.
ગૃહમંત્રી અમિત શાહ 13 ઑગસ્ટે રાજ્યસભામાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ 6 મહિના લંબાવવાનો પ્રસ્તાવ રજૂ કરવાના છે. લોકસભા દ્વારા આ પ્રસ્તાવને 30 જુલાઈએ મંજૂરી મળી ગઈ છે.