Delhi: 24 કલાકમાં 24 હજારથી વધુ કોરોના કેસ, CM કેજરીવાલે કહ્યું ‘જિંદગીઓ બચાવવા આગળ પણ ભરશું કડક પગલાં

|

Apr 17, 2021 | 9:32 PM

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા જણાય છે કે દિલ્હીની હાલત દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. છેલ્લા 24 કલાકની અંદર રાજધાની દિલ્લીમાં 24 હજારથી પણ વધુ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે.

Delhi: 24 કલાકમાં 24 હજારથી વધુ કોરોના કેસ, CM કેજરીવાલે કહ્યું જિંદગીઓ બચાવવા આગળ પણ ભરશું કડક પગલાં

Follow us on

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા જણાય છે કે દિલ્હીની હાલત દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. છેલ્લા 24 કલાકની અંદર રાજધાની દિલ્લીમાં 24 હજારથી પણ વધુ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીના એક દિવસના સૌથી વધુ કેસ છે.દિલ્લીના સીએમ કેજરીવાલે (Delhi CM Arvind Kejarival) આ બાબતની જાણકારી આપી અને કહ્યું કે દિલ્લીમાં કોરોના કેસ ઘણી ઝડપથી વધી રહ્યા છે.

 

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે દિલ્લીમાં પોઝિટિવિટી રેટ 24 ટકાથી પણ વધુ છે. હોસ્પિટલો ઝડપથી ભરાવા લાગી છે. જો કે રાજ્ય સરકાર ઘણી કોશિશ કરી રહી છે કોરોના દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે. તેને કહ્યું કે રાજ્યની સ્થિતિ ઘણી ગંભીર અને ચિંતા જનક છે. શુક્રવાર એટ્લે કે આગલા દિવસે દિલ્હીમાં 19,486 નવા કોરોના કેસ સામે આવ્યા છે, જે એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ છે.આજે સામે આવેલા આંકડાઓએ તમામનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. શુક્રવારે કુલ 141 દર્દીઓના મૃત્યુ થયા હતા. જ્યારે પોઝિટિવિટી રેટ લગભગ 20 ટકા હતું. જે આજે 24 ટકા થઈ ગયું છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 85,000ને પાર થઈ ગઈ છે. જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

 

દિલ્હીની સ્થિતિને લઈને CMએ કરી કોન્ફરન્સ

સીએમ અરવિંદ કેજરીવાલે કોરોનાના વધતાં જતાં કેસને લઈને આજે એક પ્રેસ કોન્ફરેન્સ બોલાવી હતી. જેમાં તેને કહ્યુ હતું કે દિલ્હીમાં સીમિત સંખ્યામાં ICU બેડ છે. ઑક્સીજન અને ICU બેડ ઘણી તેજીની સાથે ઘટી રહ્યું છે. અમે બેડની સંખ્યા વધારવા માટે કેટલાક જરૂરી પગલાઓ લઈ રહ્યા છીએ.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 9541 નવા કેસ, 97 દર્દીઓના મૃત્યુ, 3783 સાજા થયા

Next Article