Delhi: AIIMSમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત, મનસુખ માંડવિયાએ તમામને મળી સ્વાસ્થ્યની જાણકારી મેળવી

|

Jan 07, 2022 | 6:53 PM

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન એક પછી એક તમામ સંક્રમિત કર્મચારીઓને મળ્યા (AIIMS Workers Corona Positive) અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

Delhi: AIIMSમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ સંક્રમિત, મનસુખ માંડવિયાએ તમામને મળી સ્વાસ્થ્યની જાણકારી મેળવી
AIIMS

Follow us on

દિલ્હી (Delhi)માં કોરોનાના કેસ (Corona case) ઝડપથી વધી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે સાથે હોસ્પિટલોમાં પણ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ડાયરેક્ટરની ઓફિસમાં કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

સમાચાર મુજબ ડાયરેક્ટર ઓફિસમાં 8થી વધુ કર્મચારીઓ સંક્રમિત થયા છે. AIIMSમાં વધતા સંક્રમણને કારણે તમામ નિયમિત દર્દીઓને (regular patients) દાખલ કરવાની કામગીરી અને જરૂરી સર્જરી (Surgery) હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. આગામી આદેશ બાદ રોજીંદી કામગીરી શરૂ કરી શકાશે.

કર્મચારીઓના કોરોના સંક્રમિત થયાના સમાચાર મળ્યા બાદ આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ગુરુવારે AIIMS પહોંચ્યા હતા. તેઓ તમામ સંક્રમિત કર્મચારીઓને મળ્યા હતા અને તેમની ખબર પૂછી હતી. AIIMS પહોંચ્યા બાદ સ્વાસ્થ્ય પ્રધાને પહેલા PPE કીટ પહેરી અને બાદમાં તેઓ નવા પ્રાઈવેટ વોર્ડના કોરોના વોર્ડમાં પહોંચ્યા હતા. આ સમયે તેમની સાથે AIIMSના વરિષ્ઠ ડૉ. અચલ શ્રીવાસ્તવ પણ હાજર હતા. જણાવી દઈએ કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી એક પછી એક તમામ સંક્રમિત કર્મચારીઓને મળ્યા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં સંક્રમિત

સમાચાર મુજબ તમામ કર્મચારીઓમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા છે. હેલ્થ કેર વર્કર્સનું કહેવું છે કે કોરોના વેક્સીનના બંને ડોઝ લેવાને કારણે આ વખતે ચેપનું જોખમ બહુ વધારે નથી. તમને જણાવી દઈએ કે રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં AIIMSના 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જેમાં ડોકટર્સની સાથે નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. આ સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર પણ વાયરસથી સંક્રમિત થયા છે. નવા પ્રાઈવેટ વોર્ડનો મોટો હિસ્સો કોરોના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યો છે.

’17 હજાર નવા સંક્રમણના કેસ આવવાની સંભાવના છે’

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાને ​​17 હજાર નવા કેસ આવવાની આશંકા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં કોરોના સંક્રમણ ટૂંક સમયમાં ચરમસીમાએ પહોંચી શકે છે. રાજધાનીમાં હાલમાં 30,000થી વધુ સક્રિય કેસ છે અને 24 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તેમણે કહ્યું કે દિલ્હીની જનતાએ આગામી બે મહિના સુધી સતર્ક રહેવાની જરૂર છે.

આ પણ વાંચોઃ આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયા

આ પણ વાંચોઃ નેતાઓ નિયંત્રણનો ડોઝ ક્યારે લેશે ? ભાજપના આ રાષ્ટ્રીય મંત્રી કોરોના સંક્રમિત હોવા છતા ફ્લાઈટની કરી મુસાફરી

Published On - 5:06 pm, Fri, 7 January 22

Next Article