USAની ધરતી પરથી ચીનને ભારતનાં રક્ષા મંત્રી રાજનાથ સિંહનો સ્પષ્ટ સંદેશ, ભારતને છંછેડશે, તેને છોડશું નહીં, રશિયા મુદ્દે USને પણ ચેતવ્યું

|

Apr 16, 2022 | 9:51 AM

Rajnath Singh Message to China: તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યું છે અને વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં જોડાવા તરફ આગળ વધી રહ્યું છે.

USAની ધરતી પરથી ચીનને ભારતનાં રક્ષા મંત્રી રાજનાથ સિંહનો સ્પષ્ટ સંદેશ, ભારતને છંછેડશે, તેને છોડશું નહીં, રશિયા મુદ્દે USને પણ ચેતવ્યું
Defense minister Rajnath Singh (PTI)

Follow us on

ચીનને કડક સંદેશ આપતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Defense Minister Rajnath Singh)કહ્યું કે જો ભારતને નુકસાન પહોંચાડ્યુ તો કોઈને છોડવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં ભારત એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી આવ્યું છે અને વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં જોડાવા તરફ આગળ વધી રહ્યું છે. તેમના યુએસ પ્રવાસ દરમિયાન સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધતા ચીન સાથે સરહદ (India China Standoff)પર ભારતીય સૈનિકોની વીરતા વિશે જણાવ્યું કે, “હું ખુલ્લેઆમ કહી શકું છું કે તેઓએ (ભારતીય સૈનિકો) શું કર્યું અને અમે (સરકાર) કયા નિર્ણયો લીધા,”

સંરક્ષણ પ્રધાને કહ્યું, ‘પરંતુ હું ચોક્કસ કહી શકું છું કે (ચીનને) સંદેશ જશે કે જો કોઈ ભારતને છંછેડશે તો ભારત છોડશે નહીં.’ પૈંગોંગ ઝીલ વિસ્તારમાં હિંસક ઝડપ બાદ 5 મે, 2020 ના ભારત અને ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખ સરહદ પર ઘર્ષણ શરૂ થયુ. ત્યારબાદ 15 જૂન, 2020ના રોજ ગલવાન ઘાટીમાં હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા.

જ્યારે મોટી સંખ્યામાં ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા. ત્યારપછી ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની 15 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી છે. જેથી પૂર્વી લદ્દાખમાં ઘર્ષણનો ઉકેલ શોધી શકાય. પરિણામે, બંને પક્ષોએ ગત વર્ષ પેંગોંગ ઝીલના ઉત્તરી અને દક્ષિણ કિનારાની સાથે ગોગરા વિસ્તારમાં સૈનિકોને પીછેહઠ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અમેરિકાને પણ કડક સંદેશ આપ્યો

રક્ષા મંત્રીએ અમેરિકાને પણ સંદેશ આપતા કહ્યું કે નવી દિલ્હી ‘ઝીરો સમ ગેમ’ની કૂટનીતિમાં વિશ્વાસ નથી કરતી. કોઈ પણ દેશ સાથેના સંબંધો બીજાના નુકસાનની કિંમતે ન હોઈ શકે. જો ભારતના કોઈ એક દેશ સાથે સારા સંબંધો હોય તો તેનો અર્થ એ નથી કે અન્ય કોઈ દેશ સાથે તેના સંબંધો બગડે. હકીકતમાં, રક્ષા મંત્રી રાજનાથ સિંહ ભારત-યુએસ 2+2 મંત્રી સ્તરીય વાતચીત માટે વોશિંગ્ટન ડીસી આવ્યા હતા. આ પછી તેઓ ઈન્ડોપેકોમ (IndoPACOM)હેડક્વાર્ટરની બેઠક માટે હવાઈ ગયા અને પછી સાન ફ્રાન્સિસ્કો આવ્યા.

ભારતનું ચિત્ર બદલાયું – સંરક્ષણ મંત્રી

યુક્રેન સંકટ વચ્ચે રશિયા પર અમેરિકાના દબાણનો ઉલ્લેખ કર્યા વિના રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારત ઝીરો-સમ ગેમ ડિપ્લોમસીમાં વિશ્વાસ કરતું નથી. તેમણે કહ્યું, ‘ભારતે આ પ્રકારની કૂટનીતિ ક્યારેય અપનાવી નથી અને ક્યારેય નહીં અપનાવે. અમે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઝીરો સમ ગેમમાં માનતા નથી.

તેમણે કહ્યું કે ભારત દ્વિપક્ષીય સંબંધોમાં વિશ્વાસ રાખે છે, જે બંને દેશોના હિત માટે સારા છે. સિંહે કહ્યું, ‘ભારતનું ચિત્ર બદલાઈ ગયું છે. તેની પ્રતિષ્ઠામાં સુધારો થયો છે. આવનારા કેટલાક વર્ષોમાં ભારતને વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થા બનવાથી કોઈ શક્તિ રોકી શકશે નહીં.

આ પણ વાંચો: Edible Oil: ઈન્ડોનેશિયામાં શરૂ થયું પામ ઓઈલનું સંકટ, ભારતમાં ખાદ્ય તેલ થઈ શકે છે મોંઘુ

આ પણ વાંચો: ATF Price Today: હવે પ્લેનમાં મુસાફરી કરવી પડશે મોંઘી, જેટ ફ્યુઅલમાં ઉછાળો આવ્યો, જાણો નવીનતમ ભાવ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article