Cyclone Tauktae Update : અમદાવાદ પરથી બપોર બાદ પસાર થશે વાવાઝોડુ , તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડશે

|

May 18, 2021 | 1:37 PM

ગુજરાતમાં  Cyclone Tauktae ગત રાત્રે લેન્ડ ફોલ થયા બાદ ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા કલેકટરે લોકોને બપોર બાદ બહાર ના નીકળવા અપીલ કરી છે.

Cyclone Tauktae Update : અમદાવાદ પરથી બપોર બાદ પસાર થશે વાવાઝોડુ , તીવ્ર પવન સાથે ભારે વરસાદ પડશે
અમદાવાદ પરથી બપોર બાદ પસાર થશે વાવાઝોડુ

Follow us on

Cyclone Tauktae Update :  ગુજરાતમાં  Cyclone Tauktae ગત રાત્રે લેન્ડ ફોલ થયા બાદ ગુજરાતમાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું આગામી બે-ત્રણ કલાક પછી ગમે તે સમયે Ahmedabad જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. આ દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા કલેકટરે લોકોને બપોર બાદ બહાર ના નીકળવા અપીલ કરી છે. તેમજ વહીવટીતંત્રને એલર્ટ મોડ પર રાખ્યું છે. આ ઉપરાંત સાબરમતી નદીના વાસણા બેરેજના બે દરવાજા પણ ખોલી નાંખવામાં આવ્યા છે.

જેમાં Ahmedabad શહેરમાં વહેલી સવારથી પવન સાથે વરસાદ શરૂ થયો છે. જો કે અમદાવાદમાં બપોર બાદ વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે. તેમજ શહેરમાં 20 થી 70 કિલોમીટરના પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં વાવાઝોડાની અસર વર્તાશે.જેમાં અમદાવાદ શહેરમાં પણ 20 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને બે ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. આ ઉપરાંત ગરમીના પારામાં 4 થી 10 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. 

ગુજરાતમાં આવી રહેલા Cyclone Tauktae ના પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધોલેરાના ગામના 962 લોકોને જિલ્લા વહીવટીતંત્રએ અલગ અલગ આશ્રય સ્થાનોમાં સલામત રીતે ખસેડયા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Ahmedabad જિલ્લા કલેકટરે આ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કોરોનાના ચેપના કેસ વધી રહ્યા હોવાના પગલે આ તમામ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડતા પૂર્વે તેમનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં કુલ 38 આશ્રય સ્થાનો કાર્યરત છે. જેમાં તમામ કોવિડ ગાઇડલાઈન સાથે તેમને ખસેડવામાં આવ્યા છે.આ ઉપરાંત છ ગામોમાં છ આશ્રય સ્થાનો કાર્યરત છે જેની ક્ષમતા 2400 લોકોને સમાવવાની છે. આ ઉપરાંત 5000 જેટલા ફૂડ પેકેટ એનજીઓની મદદથી તૈયાર કરવામાં આવી રહ્યા છે.

Published On - 1:30 pm, Tue, 18 May 21

Next Article