Cyclone Tauktae in Gujarat : ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, સેનાની તૈનાતી, રાજનાથસિંહે કરી તૈયારીઓની સમીક્ષા

|

May 17, 2021 | 8:31 PM

રક્ષા મંત્રી રાજનાથસિંહે સોમવારે Cyclone Tauktae થી અસરગ્રસ્ત રાજ્યોને સહાય અને આપત્તિ રાહત માટે સૈન્યની સજ્જતાની સમીક્ષા કરી હતી. જ્યારે યુદ્ધ જહાજો અને બચાવ ટીમો રાહત કાર્ય માટે તૈયાર છે.જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરો સાથે બેઠક કર્યા પછી કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્ય સરકારના સંપર્કમાં છે

Cyclone Tauktae in Gujarat : ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું, સેનાની તૈનાતી, રાજનાથસિંહે કરી તૈયારીઓની  સમીક્ષા
ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું

Follow us on

Cyclone Tauktae કેરલ, કર્ણાટક,ગોવામાં તબાહી મચાવીને મુંબઈ અને તેની આસપાસના દરિયા કિનારાના વિસ્તારમાં અસર બતાડીને હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આઇએમડીની આગાહી અનુસાર ચક્રવાતી વાવાઝોડું આજે રાત્રે ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થશે. જેની પહોંચી વળવા માટે ગુજરાતમાં સૈન્ય દળોની તૈનાતી કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પોરબંદર અને મહુવા વચ્ચે આજે રાત્રે Cyclone Tauktae ગુજરાતના દરિયાકાંઠેથી પસાર થાય તેવી સંભાવના છે. Cyclone Tauktae સામનો કરવા કેન્દ્ર સરકારે રાજ્યને તમામ મદદ કરી છે. સેના, નૌકાદળ અને વાયુસેનાને તૈયાર રાખવામાં આવી છે.

રક્ષા મંત્રી રાજનાથસિંહે સોમવારે Cyclone Tauktae થી અસરગ્રસ્ત રાજ્યોને સહાય અને આપત્તિ રાહત માટે સૈન્યની સજ્જતાની સમીક્ષા કરી હતી. જ્યારે યુદ્ધ જહાજો અને બચાવ ટીમો રાહત કાર્ય માટે તૈયાર છે.જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરો સાથે બેઠક કર્યા પછી કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્ય સરકારના સંપર્કમાં છે અને તમામ શક્ય મદદની ખાત્રી કરી છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે કરી વાતચીત

ગુજરાતમાં તોળાઇ રહેલા ખતરાને પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરી છે.અને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને આ તાઉ તે વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી હતી.

રાજયમાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરાયું

રાજયમાં વાવાઝોડાને પગલે આશરે 2 લાખથી વધુ લોકોનું સ્થળાંતર પૂર્ણ કરી દેવાનો દાવો છે. 5 જિલ્લામાંથી 1 લાખથી વધુ લોકોનું સ્થળાંતર થયું છે. 19 હજાર જેટલા માછીમારો અને તમામ બોટ પાછી આવી ગઇ છે. 11 હજાર અગરિયાઓનું સ્થળાંતર થયું છે. કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે. દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી, સચિવ અને વધુ પ્રભાવિત જિલ્લામાં એડીજીપી કાર્યરત છે. ફોરેસ્ટ એનર્જી, 108, કન્ટ્રોલ રૂમ એરેન્જ કરાયા છે. કન્ટ્રોલ રૂમની અંદર સેટેલાઇટ ફોન સાથે કનેક્ટિવિટી કરવામાં આવી હોવાનું એડિશનલ ચિફ સેક્રેટરી પંકજ કુમારે જણાવ્યું છે.

ગુજરાતના દરિયાકાંઠે ‘તાઉ તે’ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ‘તાઉ તે’ વાવાઝોડું 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આજે રાત્રે 8 કલાકથી 11 કલાકની વચ્ચે ગુજરાતના પોરબંદર અને મહુવાની વચ્ચે ટકરાશે વાવાઝોડું. દિવથી 20 કિમી પૂર્વ દિશા તરફ વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે પવનની ઝડપ 155થી 165 કિમી પ્રતિ કલાક હશે કે જે વધીને 185 કિમી કલાક થઈ શકે છે.

Published On - 8:08 pm, Mon, 17 May 21

Next Article