Cyclone Tauktae: તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોના લોકોની મદદ કરે ભાજપ કાર્યકર્તા: જે.પી નડ્ડા

|

May 16, 2021 | 8:00 PM

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ તાઉતે વાવાઝોડાના કારણે થનારા નુકસાનને જોતા પાર્ટીના કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ તોફાનથી પ્રભાવિત પ્રદેશમાં રાહત અને બચાવ કાર્યમાં ભાગ લે.

Cyclone Tauktae: તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યોના લોકોની મદદ કરે ભાજપ કાર્યકર્તા: જે.પી નડ્ડા
જે.પી.નડ્ડા (ફાઇલ ફોટો)

Follow us on

Cyclone Tauktae: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ તાઉતે વાવાઝોડાના કારણે થનારા નુકસાનને જોતા પાર્ટીના કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ તોફાનથી પ્રભાવિત પ્રદેશમાં રાહત અને બચાવ કાર્યમાં ભાગ લે. તેમણે કહ્યું કે તોફાનથી પ્રભાવિત પ્રદેશમાં પાર્ટી કાર્યકર્તા પ્રશાસન સાથે મળીને લોકોને રાહત આપવાનું કામ કરે.

 

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જે.પી નડ્ડાએ કાર્યકર્તાઓને અપીલ કરી કે આ સમયે એક જવાબદાર રાજકીય દળના નેતા હોવાની જવાબદારી નિભાવાની છે. જે પ્રદેશમાં ભાજપ સરકાર છે ત્યા પ્રશાસન સાથે મળીને અને જ્યાં સરકાર નથી ત્યાં સ્થાનીય પ્રશાસન સાથે મળીને સકારાત્મક રીતે આપણુ કામ કરવાનું છે.

 

 

આપને જણાવી દઈએ કે ગોવા,મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, દમણ અને દીવની સાથે-સાથે ગુજરાતમાં પણ અસર દેખાઈ રહી છે. આ જગ્યા પર ભાજપ કાર્યકર્તા રાહત અને બચાવ કાર્ય કરી રહ્યા છે. જે માટે ભાજપ અધ્યક્ષે પાર્ટીના એમએલએ અને સાંસદને પંચાયય પ્રતિનિધી સાથે સંવાદ કાયમ કરવાની સલાહ આપી છે.

 

 

જેથી જિલ્લા અને બ્લોક સ્તર પર લોકોને મદદ પહોંચાડી શકાય. જેપી નડ્ડાએ પાર્ટીના કાર્યકર્તાઓને ખાસ ધ્યાન માછીમાર પર આપવા માટે કહ્યું છે. કારણ કે તેઓ સીધા તોફાનની ઝપેટમાં આવી રહ્યા છે. તેમના સુધી રાહત સામગ્રી અને દવાઓ પહોંચાડવાનો નિર્દેશ કાર્યકર્તાઓને આપવામાં આવ્યો છે.

 

 

આ પહેલા નડ્ડાએ કોરોનાની લડાઈમાં હિમાચલ માટે 17 એમ્બ્યુન્સ રવાના કરતી વખતે કહ્યું કે અમારા લાખો કાર્યકર્તા સક્રિય છે. જેપી નડ્ડાએ જે એમ્બ્યુલન્સને હિમાચલ પ્રદેશ માટે રવાના કરી છે, તેમાં ઓક્સિજન કોન્સનટ્રેટર, 4 લાખ માસ્ક,સેનેટાઈઝર અને કોરોના ઈલાજ સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ છે.

 

 

જેપી નડ્ડાએ કહ્યું કે કોરોના સંકટની આ ઘડીમાં ભાજપના એક-એક કાર્યકર્તા દિવસ-રાત દેશ સાથે ઉભા છે. તેમણે કહ્યું કે સંક્રમણથી લડવામાં સમાજ અને સરકાર બંને સામે આવ્યા છે. ભાજપના લાખો કાર્યકર્તાની આ આશા છે કોરોનાની લડાઈ આપણે જીતી નથી જતા ત્યાં સુધી લોકોની મદદ કરતા રહીશું.

 

 

જેપી નડ્ડાએ કહ્યું કે ઉપકરણ નહોતા મળતા ત્યારે આપણા મહિલા મોર્ચાએ ખુદ સામે આવીને માસ્ક બનાવ્યા અને કોરોનાની પહેલી લહેરમાં 25 કરોડ લોકોને ભોજન આપ્યુ. આજે પણ અમારા લાખો કાર્યકર્તાઓ સક્રિય છે અને કોરોના મહામારીની બીજી લહેરમાં ઓક્સિજન સિલિન્ડર બેડ તેમજ અન્ય વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

 

આ પણ વાંચો: હવે ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરી રહ્યો છે કોરોના, કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઇન

Next Article