હવે ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરી રહ્યો છે કોરોના, કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઇન

હવે ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરી રહ્યો છે કોરોના, કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઇન
હવે ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરી રહ્યો છે કોરોના

દેશમાં કોરોના વાયરસના કેસો શહેરી વિસ્તારમાં ઘટી રહ્યાં છે. જ્યારે હવે કોરોના વાયરસનો ફેલાવો ધીરે ધીરે ગ્રામીણ વિસ્તાર પર વધી રહ્યો હોવાનું નોંધાયું છે. જેના પગલે કેન્દ્ર સરકારે રવિવારે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને નવી ગાઇડ લાઇન જાહેર કરી છે.

Chandrakant Kanoja

|

May 16, 2021 | 7:22 PM

દેશમાં કોરોના વાયરસના કેસો શહેરી વિસ્તારમાં ઘટી રહ્યાં છે. જ્યારે હવે કોરોના વાયરસનો ફેલાવો ધીરે ધીરે ગ્રામીણ વિસ્તાર પર વધી રહ્યો હોવાનું નોંધાયું છે. જેના પગલે કેન્દ્ર સરકારે રવિવારે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસના ફેલાવાને ધ્યાનમાં રાખીને નવી ગાઇડ લાઇન જાહેર કરી છે. જેમાં સરકારે કહ્યું કે હવે ધીરે ધીરે સેમી-અર્બન, ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારોમાં પણ કોરોનાનો ફેલાવો જોવા મળી રહ્યો છે.

ગાઇડ લાઇન જાહેર કરતી વખતે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે કોવિડ -19 સામેની જંગ વધુ તીવ્ર બનાવવા અને તમામ સ્તરે પ્રાથમિક સ્તરના આરોગ્ય માળખાને મજબૂત કરવા આ ક્ષેત્રોમાં સમુદાયોને સક્ષમ બનાવવાની જરૂર છે.

આરોગ્ય મંત્રાલયની ગાઈડ લાઇનમાં જણાવાયું છે કે, દરેક ગામમાં ગ્રામ આરોગ્ય અને પોષણ સમિતિ (વીએચએસએનસી) ની સહાયથી, અને આશા વર્કરની સહાયથી ઇન્ફ્લુએન્ઝા અને શ્વસન ચેપ માટે સમયાંતરે નિરીક્ષણ કરવું જરૂરી છે.

હાલમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, યુપી, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, બિહાર, ગુજરાત, છત્તીસગઢ મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગાણા, જમ્મુ, ગોવા, ચંદીગઢ, લદાખમાં કોરોના ચેપની સ્થિતિ નિયંત્રણમાં છે. જ્યારે કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, પંજાબ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, પુડુચેરી અને મણિપુરની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.

ઉલ્લેખનીય છે કે , દેશમાં ફરી એકવાર ચેપી કોરોનાની સંખ્યામાં ઘટાડો થતાં રાહત છે, પરંતુ 24 કલાકમાં 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. 24 કલાકમાં કોરોનાના 3,10,580 નવા કેસ નોંધાયા છે. જયારે 4,075 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાહતની વાત એ છે કે નવા દર્દીઓની સંખ્યા કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ હોવાને કારણે સક્રિય કેસ નીચે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં 3,62,367 લોકોએ કોરોનાથી સાજા થયા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati