Cyclone Gulab: ચક્રવાત ‘ગુલાબ’ની અસર ! હવામાન વિભાગે મધ્ય અને પશ્ચિમ ભારત માટે ભારેથી અતિ ભારે વરસાદની આપી ચેતવણી

|

Sep 27, 2021 | 1:54 PM

આઇએમડી અનુસાર, ચક્રવાતી વાવાઝોડું ગુલાબ હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. તે જગદલપુરના 110 કિમી અને કલિંગપટ્ટનમના 140 કિમી 18.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 82.8 ડિગ્રી પૂર્વ રેખાંશ પર છે.

Cyclone Gulab: ચક્રવાત ગુલાબની અસર ! હવામાન વિભાગે મધ્ય અને પશ્ચિમ ભારત માટે ભારેથી અતિ ભારે વરસાદની આપી ચેતવણી
Cyclone Gulab

Follow us on

ચક્રવાત ‘ગુલાબ’ (Cyclone Gulab) રવિવારે રાત્રે ઉત્તર આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) અને દક્ષિણ ઓડિશામાં (Odisha) નબળું પડ્યા બાદ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. સોમવારે સવારે 5.30 વાગ્યે આ ચક્રાવાત જગદલપુર (છત્તીસગઢ) થી લગભગ 110 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ અને કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) થી 140 કિમી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમમાં હતું.

આગામી 12 કલાક દરમિયાન ચક્રવાત લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાની અને નબળું પડવાની સંભાવના છે. સોમવારે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, દક્ષિણ છત્તીસગઢ, તેલંગાણા અને વિદર્ભમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી ખૂબ ભારે વરસાદ (20 સેમીથી વધુ) થવાની સંભાવના છે. જ્યારે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

દક્ષિણ ઓડિશા અને રાયલસીમામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. વિદર્ભ, દક્ષિણ છત્તીસગઢ અને તેલંગાણામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

તેલંગાણામાં ફ્લેશ ફ્લડ રિસ્ક એલર્ટ જારી

ભારતના હવામાન વિભાગે (India Metrological Department) જણાવ્યું હતું કે, આગામી 2-3 દિવસ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, મરાઠવાડામાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હૈદરાબાદમાં ભારતીય હવામાન વિભાગે સોમવારે આગામી 24 કલાક માટે તેલંગાણામાં ફ્લેશ ફ્લડ રિસ્ક (FOR) ચેતવણી જારી કરી છે.

હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન બદરદ્રી કોઠાગુડેમ, ખમ્મમ, આદિલાબાદ, ભુવનાગિરી, આસિફાબાદ, મંચેરિયલ, નિર્મલ, વારંગલ, કરીમનગર, રાજન્ના સિરીસીલા, જયશંકર ભૂપલપલ્લે, મુલુગુ, જગિતિયાલ, મહબુબાબાદ જીલ્લામાં મધ્યમથી ભારે પૂર આવવાની સંભાવના છે.

તેલંગાણાના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે

આઇએમડી અનુસાર, ચક્રવાતી વાવાઝોડું ગુલાબ હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. તે જગદલપુરના 110 કિમી અને કલિંગપટ્ટનમના 140 કિમી 18.4 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 82.8 ડિગ્રી પૂર્વ રેખાંશ પર છે. આ કારણે, તેલંગાણાના કેટલાક જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદની સંભાવના છે.

મહારાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ની અસર મહારાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગ (Metrological Department) દ્વારા વિદર્ભ, મરાઠાવાડા સહિત 11 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. આગાહી મુજબ રાજ્યમાં 27-28 સપ્ટેમ્બરના રોજ મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, ધુલે, જલગાંવ, નાસિક, (Nasik) પુણે, સતારા, ઓરંગાબાદ, લાતુર, નાંદેડ, હિંગોલી, યવતમાલ, ગઢચિરોલી, ચંદ્રપુર વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો : ‘ખેડૂતોનો અહિંસક સત્યાગ્રહ અખંડ, શોષણ કરનારી સરકારને આ પસંદ નથી’, રાહુલ ગાંધીએ ખેડૂતોના ‘ભારત બંધ’ ને ટેકો આપ્યો

આ પણ વાંચો : Success Story : માઈક્રોસોફ્ટની 80 લાખ રૂપિયાની નોકરી છોડી ખેતી શરૂ કરી, ફૂલોની ખેતીથી કરે છે અઢળક કમાણી

Next Article