‘ફોની’ વાવાઝોડાએ મચાવ્યું તાંડવ, 3 લોકોના મોત તો 160 લોકો ઘાયલ, જમીન પર આવ્યા બાદ નબળું પડ્યું ‘ફોની’

|

May 03, 2019 | 2:12 PM

ફોની વાવાઝોડાને લઈને ખબર આવી રહી છે કે તે ઓરિસ્સાના પુરીની દરિચાકિનારા સાથે ટકરાયા બાદ નરમ પડ્યું છે. ફોની વાવાઝોડાએ પુરીમાં 245 કિમી પ્રતિકલાકની ઝડપ સાથે તબાહી મચાવી દીધી છે. હાલ વાવાઝોડાની ઝડપ ધીમી પડી છે અને તેે 145 થી 150 કિંમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ફોની વાવાઝોડાની ચપેટમાં ઓરિસ્સા આવી ગયું છે […]

ફોની વાવાઝોડાએ મચાવ્યું તાંડવ, 3 લોકોના મોત તો 160 લોકો ઘાયલ, જમીન પર આવ્યા બાદ નબળું પડ્યું ફોની

Follow us on

ફોની વાવાઝોડાને લઈને ખબર આવી રહી છે કે તે ઓરિસ્સાના પુરીની દરિચાકિનારા સાથે ટકરાયા બાદ નરમ પડ્યું છે. ફોની વાવાઝોડાએ પુરીમાં 245 કિમી પ્રતિકલાકની ઝડપ સાથે તબાહી મચાવી દીધી છે. હાલ વાવાઝોડાની ઝડપ ધીમી પડી છે અને તેે 145 થી 150 કિંમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

ફોની વાવાઝોડાની ચપેટમાં ઓરિસ્સા આવી ગયું છે અને ત્યાં ફોની વાવાઝોડાની ઝડપ 245 કિમી પ્રતિ કલાક હોવાથી તેણે તાંડવ મચાવી દીધો છે. આ વાવાઝોડાનું જોર જે દરિયામાં હતું હવે તેવું રહ્યું નથી કારણ કે તે હવે દરિયાકાંઠાના વિસ્તારો સાથે ટકરાયું છે. ઓરિસ્સા બાદ હવે ફોની વાવાઝોડું બંગાળ તરફ ફંટાયું છે. મોડી રાત સુધી તે બંગાળમાં પહોંચી જાય તેવી આશંકા સેવાઈ રહી છે. ઓરિસ્સામાં લોકોને સમુદ્રી વિસ્તારમાંથી સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા અને આ ઘટનાને લઈને તંત્રની સાથે NDRFની ટિમો પણ ઉતારી દેવામાં આવી છે. હાલ મેડિકલ સારવાર મળી રહે તે માટે તમામ તબીબોની રજાઓ પર રદ કરી દેવાઈ છે.

 

આ પણ વાંચો:  મુકેશ અંબાણીના ઘરે કામ કરે છે 600થી વધારે નોકર, જાણો કેટલો પગાર મળે છે તેમને?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ફોની વાવાઝોડાના લીધે 160 લોકો ઘાયલ તો 3 લોકોના મોત

ફોની વાવાઝોડાના લીધે તંત્રની તૈયારી હોવા છતાં 160 લોકો ઘાયલ થયા હોવાનો અહેવાલ છે અને 3 લોકોના મોતની પણ ખબર આવી રહી છે. ફોની વાવાઝોડાની ઝડપ એટલી બધી છે કે તેના લીધે વિજળીના થાંભલાઓ પડી ગયા છે અને વૃક્ષો પણ જળમૂળથી ઉખડી ગયા છે. રસ્તાઓ પર પડેલાં વૃક્ષોને હટાવવાની કામગીરી ટિમો દ્વારા કરવામાં આવી રહી છે.

લોકોને સ્કૂલમાં લઈ જવામાં આવી રહ્યાં છે

સ્કૂલોમાં લોકોને સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે અને લોકોના ઘર ધરાશયી થઈ જવાના પણ સમાચાર મળી રહ્યાં છે. ઓરિસ્સામાં આવેલાં ભૂવનેશ્વર એરપોર્ટને પણ ખાસ્સું એવું નુકસાન પહોંચ્યું છે અને તેની છતને નુકસાન થયું છે. આ ફોની વાવાઝોડાએ પોતાની દિશા પૂર્વોતર તરફ બદલી છે અને તેના લીધે બંગાળમાં પણ તે પ્રવેશ કરશે તેવું માનવામાં આવી રહ્યું છે. હાલ રેલવે અને સ્વાસ્થ્ય વિભાગે હેલ્પલાઈન જાહેર કરી છે અને લોકો તેના દ્વારા તબીબ મદદ મેળવી શકે છે. ફોની વાવાઝોડાના કારણે AIIMS PGની જે પરીક્ષા યોજાવાની હતી તેને પણ રદ કરી દેવાઈ છે અને એરપોર્ટ અને ટ્રેન વ્યવહાર હાલ ઠપ્પ કરી દેવાયો છે તો કેટલીક સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.

 

TV9 Gujarati

 

ભારતીય નૌસેના પણ ફોની વાવાઝોડાની ગતિવિધી પર રાખી રહી છે નજર

સરકાર અને તંત્ર દ્વારા સતત લોકોને પોતાના ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. ભારતીય નૌસેના પણ સાવચેત છે અને આખા વાવાઝોડા પર પોતાની નજર રાખી રહ્યું છે. બંગાળની તરફ ફોની વાવાઝોડાએ પોતાની દિશા બદલતા હવે આંધ્રપ્રદેશ પર જે ખતરો દેખાઈ રહ્યો હતો તે ટળ્યો છે. ટૂંકમાં ફોની વાવાઝોડું હવે જમીન પર આવવાની સાથે ધીમું પડી રહ્યું છે પણ તેની અસર ઘણાંબધાં રાજ્યોના વાતાવરણમાં દેખાઈ રહી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article