Cyclone Asani: 105 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, હવે બંગાળમાં એલર્ટ, કોલકાતા સહિત ઘણા સ્થાનો પર ભારે વરસાદની ચેતવણી

|

May 10, 2022 | 7:15 PM

હવામાન વિભાગે (IMD) ચક્રવાત અસાનીને (Cyclone Asani) કારણે અત્યાર સુધીમાં 20 બુલેટિન જાહેર કર્યા છે. જેથી સ્થાનિક તંત્રને વાવાઝોડા Cyclone અંગે પૂરતી જાણકારી મળી રહે અને તેનો સામનો કરવા માટે સૂચનો પણ આપી શકે. ચક્રવાતને કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કાલે ભારેથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.

Cyclone Asani: 105 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન, હવે બંગાળમાં એલર્ટ, કોલકાતા સહિત ઘણા સ્થાનો પર ભારે વરસાદની ચેતવણી
cyclone

Follow us on

બંગાળની ખા઼ડીમાં (Bay Of Bengal) સર્જાયેલું ચક્રવાતી તોફાન અસાની આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) કાકીનાડાથી આશરે 300 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સર્જાયું છે અને આજે તે ધીરે ધીરે નબળું પડશે. જોકે આ ચક્રવાતની અસર રૂપે 105 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ સંલગ્ન રાજ્ય સરકાર સંભવિત કટોકટીની પરિસ્થિતિ માટે તૈયાર થઈ ગઈ છે.

આઈએમડીએ જણાવ્યું હતું કે ચક્રવાત મંગળવારે રાત્રે ઉત્તર આંધ્ર પ્રદેશના કાંઠા નજીક જવાની શક્યતા છે અને ફરીથી પાછું વળીને તે ઉત્તર આંધ્રપ્રદેશ તથા ઓડિશાના તટના સમાંતર આગળ વધશે. છેલ્લા પાંચ -છ કલાકમાં વાવાઝોડું પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ – ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યે ચક્રવાત કાકીનાડાથી 300 કિમી દક્ષિણ પૂર્વમાં વિશાખાપટ્ટનમથી 330 કિમી દક્ષિણ -દક્ષિણ પૂર્વમાં ઓડિશાના ગોપાલપુરથી 510 કિમી દક્ષિણ- દક્ષિણ પશ્ચિમમાં અને પુરીથી 590 કિલોમીટર દક્ષિણ- દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત હતું.

હવામાન વિભાગ ચક્રવાત અસાનીના કારણે એલર્ટ મોડમાં

હવામાન વિભાગ અસાનીને સંલગ્ન 20થી વધુ બુલેટિન બહાર પાડી ચૂક્યું છે. આ માહિતીને જોતા એર ઈન્ડિયા અને ઈન્ડિગો સહિત ઘણી એરલાઈન્સે વિશાખાપટ્ટનમ એરપોર્ટથી પોતાની ઉડાનો રદ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બંગાળની ખાડીમાં 13મી મે સુધી ન જવા સૂચના

અસાનીને કારણે દક્ષિણ બંગાળની ખાડીના સમુદ્રમાં તીવ્ર કરંટ જોવા મળી રહ્યો છે. તેને લીધે માછીમારોને આગામી કેટલાક દિવસ સુધી સમુદ્રમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે અને સમુદ્ર નજીકના પર્યટનને 13 મે સુધી બંધ રાખવા માટે પણ સૂચન કરવામાં આવ્યા છે. આ દરમિયાન ખુર્દા, ગંજામ, પુરી, કટક અને ભદ્રક જિલ્લામાં બેથી ત્રણ વાર વરસાદ થયો છે. તો કોલકાતાના હાવડા, પુરબા મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા તથા નાદિયા જિલ્લા સહિત પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગમાં ગુરૂવાર સુધી ભારે વરસાદ થવાની શક્યતા છે તો કોલકાત્તામાં વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ ઉડ્યન વિભાગ સીઆઈએસએફ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ, એરલાઈન્સના અધિકારીઓ અને હવામાન વિભાગની સંયુકત બેઠક આયોજિત કરવામાં આવી હતી. જેથી ચક્રવાતની પરિસ્થિતિમાં સૂચારૂ સંચાલન થઈ શકે. કોલકાતા એરપોર્ટ ઉપર અમ્ફાન તથા યાસ વાવાઝોડાના અનુભવને ધ્યાનમાં રાખીને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જરૂર પડે તો નજીકના હવાઇમથકે ફ્લાઇટને ડાઈવર્ટ થાય તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Next Article