છોલે ભટૂરે ફરી ચર્ચામાં, દંતેવાડામાં ફૂડ પોઈઝનિંગને કારણે 25 CRPF જવાન હોસ્પિટલમાં દાખલ, કેમ્પમાં ખાધા હતા છોલે ભટૂરે

|

Feb 20, 2023 | 8:32 AM

દંતેવાડામાં સીઆરપીએફના 25 જવાનોની તબિયત ખરાબ થઈ હતી. તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર તે તમામને ફૂડ પોઈઝનિંગ હતું. સ્થિતિ નિયંત્રણ બહાર જતા તેમને કેમ્પના હોસ્પિટલમાંથી એનએમડીસી અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

છોલે ભટૂરે ફરી ચર્ચામાં, દંતેવાડામાં ફૂડ પોઈઝનિંગને કારણે 25 CRPF જવાન હોસ્પિટલમાં દાખલ, કેમ્પમાં ખાધા હતા છોલે ભટૂરે
Food poisoning in Dantewada

Follow us on

સોશિયલ મીડિયા પર હાલ વિરાટ કોહલીને કારણે છોલે ભટૂરે ભારે ટ્રેન્ડ થઈ રહ્યાં છે. પણ આજ છોલે ભટૂરે એ CRPF જવાનોની હાલત ખરાબ કરી હતી. છત્તીસગઢના દંતેવાડામાં સીઆરપીએફના 25 જવાનોની તબિયત ખરાબ થઈ હતી. તેમને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર તે તમામને ફૂડ પોઈઝનિંગ હતું. સ્થિતિ નિયંત્રણ બહાર જતા તેમને કેમ્પના હોસ્પિટલમાંથી એનએમડીસી અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સારવાર બાદ હાલ 20 જવાનોને રજા આપવામાં આવી છે. પરતું 5 જવાનો હાલ સારવાર હેઠળ છે. તેમના સ્વાસ્થ પર ડોકટરો નજર રાખી રહ્યાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જવાનોના કહેવા પર શનિવારે રાત્રે કેમ્પમાં છોલે ભટૂરે બનાવ્યા હતા. તમામ જવાનોએ એક સાથે ભોજન કર્યું હતું

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

અચાનક બગડી જવાનોની તબિયત


 આ પણ વાંચો : 18 લાખ 82 હજાર 229 દીવા….મહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં બન્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, 20 હજાર સ્વંયસેવકોની મહેનત રંગ લાગી

છોલે ભટૂરે ખાધા બાદ તમામ જવાનોના પેટમાં દુખાવો અને ઉલ્ટી થવા લાગી હતી. રાહતની વાત એ હતી કે ઘણા જવાનો હજુ છોલે ભટૂરે ખાવાના બાકી હતા. તે જ જવાનોએ બીમાર જવાનોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. હવે આ છોલે ભટૂરેના કારણે આવી ઘટના કેમ બની તેની તપાસ કરવામાં આવી રહી છે.

230 બટાલિયનની છે આ ઘટના

મળતી માહિતી મુજબ, CRPFની 230 બટાલિયન દંતેવાડા જિલ્લાના નરેલી હેડક્વાર્ટરમાં રહે છે. શનિવારે આ બટાલિયનના મેસમાં ભોજન રાંધવામાં આવતું હતું. પહેલા 25 જવાનો જમવા બેઠા. છોલે ભટૂરે ખાધા પછી આ જવાનો હાથ અને મોં ધોઈ રહ્યા હતા ત્યારે તેમને ઉલ્ટી થવા લાગી. થોડી જ વારમાં આ જૂથના તમામ જવાનોને ઉલ્ટી અને ઝાડા થવા લાગ્યા. આવી સ્થિતિમાં બાકીના જવાનોનું ભોજન બંધ કરી દેવામાં આવ્યું હતું અને કેમ્પમાં જ આ જવાનોને સારવાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Next Article