Cricketers Love Story: કેપ્ટન કુલ સાક્ષીના પ્રેમમાં કેવી રીતે થયા હતા ક્લિન બોલ્ડ, હોપલેસ રોમેન્ટિક કહી મિત્રો માહીની કેમ ઉડાવતા હતા મજાક -વાંચો

|

May 01, 2024 | 3:41 PM

MS Dhoni Love Story: ક્રિકેટ જગતમાં મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીની જોડી ઘણી ફેમસ છે. ધોની અને સાક્ષીની રિયલ લાઈફ લવ સ્ટોરી બોલિવુડ ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરીથી ઘણી અલગ છે. જો કે ધોનીએ લગ્નના દિવસ સુધી તેની આ લવ લાઈફને ઘણી સિક્રેટ રાખી હતી અને સાક્ષીને પ્રપોઝ કરવાનું તેના માટે એટલુ આસાન પણ ન હતુ. મિત્રો ધોનીની હોપલેસ રોમેન્ટિક કહીને મજાક પણ ઉડાવતા હતા.

Cricketers Love Story: કેપ્ટન કુલ સાક્ષીના પ્રેમમાં કેવી રીતે થયા હતા ક્લિન બોલ્ડ, હોપલેસ રોમેન્ટિક કહી મિત્રો માહીની કેમ ઉડાવતા હતા મજાક -વાંચો

Follow us on

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી ક્રિકેટ જગતની સફળ જોડીઓમાં ગણાય છે. જો કે બહુ ઓછા લોકો આ બંનેની લવલાઈફ વિશે જાણે છે.  સાક્ષી અને ધોની બંને એકબીજાના બાળપણથી ઓળખતા હતા કારણ કે બંનેના પિતા રાંચીની એક કંપનીમાં સાથે કામ કરતા હતા. બંનેના પરિવારો વચ્ચે સુમેળ પણ સારો હતો. ધોની અને સાક્ષીએ એક જ સ્કૂલમાં શિક્ષણ લીધુ હતુ. જો કે બાદમાં સાક્ષીનો પરિવાર દેહરાદૂન શિફ્ટ થઈ ગયો અને ત્યારબાદ બંનેનો સંપર્ક કપાઈ ગયો. પરંતુ કિસ્મતે એ બંને વિશે કંઈક અલગ જ વિચારી રાખ્યુ હતુ.

સાક્ષી ધોનીનું શિક્ષણ

અસમના તિનસુકિયા જિલ્લામાં લેખપાની ટાઉનમાં જન્મેલી સાક્ષીએ તેનું પ્રાઈમરી શિક્ષણ દેહરાદૂનના વેલ્હમ ગર્લ્સ કોલેજમાં લીધુ હતુ. પ્રાથમિક શિક્ષણ રાંચીના જવાહર વિદ્યામંદિરમાં લીધુ. આપને જણાવી દઈએ કે બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાક્ષીની વેલ્હમ ગર્લ્સ સ્કૂલમાં ક્લાસમેટ હતી. સાક્ષી પાસે હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી પણ છે.

એમએસ ધોની અને સાક્ષી 10 વર્ષ બાદ કોલકાતામાં મળ્યા હતા. આ એ સમયની વાત છે જ્યારે વર્ષ 2007માં ટીમ ઈન્ડિયાનો કોલકાતાની હોટેલ તાજમાં રોકાણ હતુ. આ દરમિયાન ભારત ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમી રહ્યુ હતુ. લગ્ન પહેલા સાક્ષી ધોની મહારાષ્ટ્રમાં હોટેલ મેનેજમેન્ટની સ્ટુડન્ટ હતી. તે ટીમ ઈન્ડિયાના સ્ટે દરમિયાન તાજ બંગાલમાં ઈન્ટર્નશીપ કરી રહી હતી. ઈન્ટર્નશીપના છેલ્લા દિવસે એમએસ ધોનીના મેનેજર યુદ્ધજીત દત્તાએ તેમની સાક્ષી સાથે મુલાકાત કરાવી હતી. આ દરમિયાન એમએસ ધોની તેની ખૂબસુરતી પર ફિદા થઈ ગયા હતા અને દત્તા પાસેથી સાક્ષીનો નંબર માગી તેમને મેસેજ કર્યો હતો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આ સ્ટોરીનું એક અન્ય વર્ઝન પણ છે જે ઘણા લોકો જાણતા નથી. સાક્ષીને ખબર હતી કે ધોની તાજ બંગાલમાં રોકાયા છે. જો કે ક્રિકેટરને તેના નામ કે ચહેરાથી ઓળખતી ન હતી. તેમની માતાએ તેમને જણાવ્યુ હતુ કે ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં એક પહાડી છોકરો છે, જે એ હોટેલમાં સ્ટે કરી રહ્યો છે. જો કે સાક્ષી પણ પહાડી હતી આથી તે ધોનીને મળવા માટે ઘણી એક્સાઈટેડ હતી.

એમ એસ ધોની અને સાક્ષીની લવ સ્ટોરી

સાક્ષીનો નંબર મેળવ્યા બાદ જ્યારે ધોનીએ તેને અનેક મેસેજ કર્યા તો તેને લાગ્યુ કે ધોનીના નામથી કોઈ મજાક કરી રહ્યુ છે. સાક્ષીને બહુ મોડેથી જાણ થઈ હતી કે મેસેજ મોકલનાર અન્ય કોઈ નહીં ખુદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન ધોની જ હતા. ધોની માટે સાક્ષીનું દિલ જીતવુ એટલુ આસાન ન હતુ. ક્રિકેટ પીચ પર જે ક્રિકેટર બોલરના છક્કા છોડાવી દેતા તે પ્રેમની પીચ પર એટલા સફળ ન હતા. ધોનીને તેના મિત્રો હોપલેસ રોમેન્ટિક કહીને પણ ચીડવતા હતા

ધોનીએ સાક્ષીને 2 મહિનાની મુલાકાત બાદ માર્ચ 2008માં તેને ડેટ કરવાનુ શરૂ કર્યુ. સાક્ષી એ વર્ષે ધોનીની બર્થડે પાર્ટીમાં પણ સામેલ થઈ હકી, પરંતુ પાર્ટીમાં ધોની સાક્ષીને વધુ સમય ન આપી શક્યા. આથી તેમણે તેમના મિત્રોથી એક કલાકનો બ્રેક લઈ સાક્ષીને પર્સનલી તેમના સંબંધીઓને ત્યાં ડ્રોપ કરી હતી.

ધોની અને સાક્ષીનું અફેયર સદાય રહ્યુ એકદમ સિક્રેટ

ધોની અને સાક્ષીનું એટલી પરફેક્ટલી સિક્રેટ રાખવામાં આવ્યુ કે દુનિયાને આ કપલના લગ્નના દિવસે સાક્ષી અને ધોનીના સંબંધો વિશે જાણ થઈ હતી. બંનેના લગ્ન પણ એવી રીતે પ્લાન કરાયા હતા કે કોઈને તૈયારીએ વિશે પણ જાણ થઈ ન હતી. ત્યાં સુધી કે મીડિયાને પણ આ ગ્રાન્ડ વેડિંગ વિશે કોઈ અંદેશો મળ્યો ન હતો. એમએસ ધોની અને સાક્ષીના લગ્ન 4 જૂલાઈ 2010ના દેહરાદૂનમાં થયા હતા. આ લગ્નમાં સ્પોર્ટ્સ, રાજનીતિ અને ફિલ્મ જગતના તેમના મિત્રો સામેલ થયા અને કપલને આશિર્વાદ આપ્યા હતા.

ધોનીની લગ્ન પછીની લાઈફ

લેડી લક કહો કે સંયોગ પરંતુ એમએસ ધોનીની જિંદગીમાં સાક્ષીની એન્ટ્રી થયા બાદ માહી સફળતાની સિડીઓ ચડતા ગયા. એવુ પણ કહેવાય છે કે સાક્ષી સાથે લગ્ન બાદ ધોનીનું ક્રિકેટર તરીકે પર્ફોર્મેન્સ ઘણુ સુધર્યુ. સાક્ષીને સ્ટેડિયમથી તેના પતિને ચિયર અપ કરવુ ખૂબ ગમે છે, જો કે તે મીડિયાથી દૂર રહેવાનુ પસંદ કરે છે. સાક્ષી સોશિયલ મીડિયા સેન્સેશન છે જે તેના સારા નેચર અને અમેજિંગ ફેશન સેન્સ માટે જાણીતી છે.

તેને ‘લેડી લક’ કહો કે સંયોગ, પરંતુ એમએસ ધોનીના જીવનમાં સાક્ષીની એન્ટ્રી બાદ આ ક્રિકેટર સફળતાની સીડીઓ ચડતો ગયો. એવું માનવામાં આવે છે કે સાક્ષી સાથેના લગ્ન પછી એક ખેલાડી તરીકે ધોનીના પ્રદર્શનમાં સુધારો થયો હતો. સાક્ષીને સ્ટેન્ડથી સ્ટેડિયમ સુધી તેના પતિને ખુશ કરવાનું પસંદ છે, પરંતુ તે મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. જો કે, તે સોશિયલ મીડિયા સેન્સેશન છે જે તેના સારા સ્વભાવ અને અદભૂત ફેશન સેન્સ માટે જાણીતી છે.

આ પણ વાંચો: CSK vs GT IPL 2023 Final: સદગુરુએ બતાવી પોતાની ફેવરિટ આઈપીએલ ટીમ, મહેન્દ્રસિંહ ધોની માટે કહી મોટી વાત-Video

ધોનીએ એકવાર કહ્યુ હતુ કે જ્યા સુધી તે તેમની જિંદગી એક ખેલાડી તરીકે જીવશે ત્યાં સુધી સાક્ષી તેમની જિંદગીમાં ત્રીજા સ્થાને રહેશે. તેમણે કહ્યુ હતુ હું સૌથી પહેલા મારા દેશને પ્રેમ કરુ છુ. હું હંમેશા મારી વાઈફને કહુ છુ કે તે મારા માટે મારા દેશ અને પેરેન્ટ્સ બાદ મારરી જિંદગીની ત્રીજી સૌથી વધુ ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. મુદ્દો એ પણ છે કે ઈન્ડિયન ક્રિકેટમાં હોવાને કારણે મારે મારી જાતને દેશને સમર્પિત કરવાની જરૂરી છે. ક્રિકેટ જ સર્વસ્વ નથી પરંતુ હું જે કંઈપણ છુ તે ક્રિકેટને કારણે જ છુ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:03 pm, Sun, 20 August 23

Next Article