દેશની વધુ એક સિદ્ધિ : માત્ર 10 દિવસમાં 3 કરોડ કિશોરોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

|

Jan 13, 2022 | 3:42 PM

હાલ કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોના કેસમાં ઉછાળો આવતા દેશમાં વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

દેશની વધુ એક સિદ્ધિ : માત્ર 10 દિવસમાં 3 કરોડ કિશોરોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
Child Vaccination (File Photo)

Follow us on

Child Vaccination : ભારતમાં કિશોરોના રસીકરણની કામગિરી(Child Vaccination)  પૂરજોશમાં ચાલી રહ્યુ છે. 3 જાન્યુઆરીથી શરૂ થયેલા 15-18 વર્ષની વયજૂથના કિશોરો માટે રસીકરણ કાર્યક્રમે એક મોટી સિદ્ધી હાંસલ કર્યું છે. અહેવાલો અનુસાર, 30 મિલિયનથી વધુ કિશોરોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ (Corona Vaccine) આપવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ (DR.Mansukh Mandaviya) જણાવ્યુ કે, 15-18 વર્ષની વયના 3 કરોડથી વધુ યુવાનોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળી ગયો છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં 3 જાન્યુઆરીથી કિશોરોનું રસીકરણ શરૂ થયુ છે.

ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીના રોજ બે કરોડ કિશોરોને પ્રથમ ડોઝ મળી ગયો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ‘ કિશોરોના રસીકરણ કાર્યક્રમને એક અઠવાડિયા કરતા પણ ઓછા સમય પહેલા શરૂ કરવામાં આવ્યુ હતુ, 15-18 વર્ષની વય જૂથના 20 મિલિયનથી વધુ કિશોરોએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે.”

દિલ્હીની શાળાઓમાં કિશોરો માટે રસીકરણ કેન્દ્ર બનાવવામાં આવશે

વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે (Delhi Government) તેના અધિકારીઓને રાજ્યની 20 શાળાઓમાં 15-18 વર્ષના કિશોરો માટે અસ્થાયી રસીકરણ કેન્દ્રો ખોલવાનો નિર્દેશ આપ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશન (DOE) એ એક સત્તાવાર આદેશમાં જણાવ્યુ હતુ કે, “તમામ DDEs (જિલ્લાઓ) અને DDEs (ઝોન) ને 20 શાળાઓમાં 15-18 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે કામચલાઉ રસીકરણ કેન્દ્રો ખોલવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે. એટલુ જ નહી રસીકરણ કેન્દ્રો માટે શાળાના આચાર્ય દ્વારા અલગથી પૂરતી જગ્યા પણ આપવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

દેશમાં 154.61 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં 154.61 કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. ભારતમાં લગભગ 64 કરોડ લોકોએ સંપૂર્ણ રસીકરણ કર્યું છે. જો આપણે વસ્તી મુજબ વાત કરીએ તો દેશમાં 46 ટકાથી વધુ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. હાલ કોરોનાની બીજી લહેર બાદ ફરી એક વાર કોરોના કેસમાં ઉછાળો આવતા વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : દેશમાં કોરોના વિસ્ફોટ : ત્રીજી લહેરની આશંકા વચ્ચે છેલ્લા 24 કલાકમાં 2.47 લાખથી વધુ કેસ નોંધાતા ખળભળાટ

Next Article