Covid 19 India : કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારની મહત્વની જાહેરાત,જાણો સરકારે શું કરી જાહેરાત

|

Aug 05, 2021 | 9:10 AM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનાથ બાળકો માટે "પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના" શરૂ કરી છે.આ યોજના અંતર્ગત અનાથ બાળકોને 18 વર્ષ સુધી પાંચ લાખ સુધીના સ્વાસ્થય વીમા દ્વારા બાળકોને મદદ કરવામાં આવશે.

Covid 19 India : કોરોનાને કારણે અનાથ થયેલા બાળકો માટે સરકારની મહત્વની જાહેરાત,જાણો સરકારે શું કરી જાહેરાત
Union Minister Anurag Thakur (File Photo)

Follow us on

Covid 19 India : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 29 મે ના ​​રોજ અનાથ બાળકો માટે પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના (PM Cares for Children Scheme) શરૂ કરી. આ યોજનાનો ઉદ્દેશ તે બાળકોની મદદ કરવાનો છે. જેમણે 11 માર્ચ થી કોરોનાને કારણે માતાપિતા અથવા તેમના વાલી બંને ગુમાવ્યા છે.તેવા બાળકોનો (Orphans) આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અનાથ બાળકોને આત્મનિર્ભર કરવાનો હેતુ

આ યોજના અંતર્ગત 23 વર્ષની ઉંમરે બાળકને 10 લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 29 મે ના ​​રોજ અનાથ બાળકો માટે પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના શરૂ કરી હતી. આ યોજનાનો (Scheme)ઉદ્દેશ તે બાળકોની મદદ કરવાનો છે.જેમણે કોરોના મહામારીમાં પોતાના માતાપિતા અથવા બંને વાલીઓ ગુમાવ્યા છે,તેવા બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ યોજનાનો ઉદ્દેશ બાળકોની સંભાળ અને રક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. આ યોજના દ્વારા તેમને આર્થિક રીતે(Financial) મદદ કરવી અને આરોગ્ય વીમા દ્વારા તેમની સુખાકારી માટે તેમને સહાય કરવાનો મુખ્ય હેતુ છે. જેમાં 23 વર્ષની ઉંમર સુધી આર્થિક સહાય આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો સમાવેશ થાય છે.

દેશમાં કોરોનાના 42,625 નવા કેસ

દેશમાં એક દિવસમાં 42,625 લોકો કોરોના વાયરસથી (Corona) સંક્રમિત જોવા મળ્યા છે. આ સાથે જ કોરોના સંક્રમિત કુલ કેસોની સંખ્યા વધીને 3,17,69,132 અને સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 4,10,353 પર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Health Department) જણાવ્યું હતું કે, વધુ 562 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.જેથી મૃત્યુઆંક વધીને 4,25,757 થયો છે. હાલ,એક્ટિવ દર્દીઓની વાત કરવામાં આવે તો આ સંખ્યા વધીને 4,10,353 થઈ ગઈ છે. જે કોરોનાનાં કુલ કેસોના 1.29 ટકા છે, જ્યારે કોવિડ -19 માંથી સાજા થનારા લોકોનોરિક્વરી રેટ 97.37 ટકા સુધી પહોંચ્યો છે.

 

આ પણ વાંચો: Madhya pradesh: રાજ્યમાં ધોધમાર વરસાદનો કહેર, 1200થી વધુ ગામો પૂરની ચપેટમાં, 5,950 લોકોનું કરાયું રેસ્ક્યૂ

આ પણ વાંચો:દુષ્કર્મ પિડીત બાળકીના પરિવારજનોની તસ્વીર શેર કરવા બદલ રાહુલ ગાંધી પર પસ્તાળ, ફોટો દૂર કરવા ટ્વિટરને ફટકારાઈ નોટીસ

Next Article