Covid- 19 : કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસે ફરી બદલ્યું સ્વરૂપ, બી.617.2 પહેલા કરતાં વધુ ચેપી

|

May 09, 2021 | 4:51 PM

Corona ના  ડબલ મ્યુટન્ટ વાયરસ જે ભારત સહિત વિશ્વના 17 દેશોમાં ફેલાયેલો છે. જેમાં આ Corona વાયરસ  બી .1.617  એ ફરી એકવાર પોતાનું સ્વરૂપ બદલ્યું છે. જેમાં સાયનટીસોની  આગાહી છે કે તે પહેલા કરતાં વધુ ચેપી છે. નવા સ્વરૂપના કેસો ભારત, બ્રિટન અને સ્પેનમાં નોંધાયા છે.

Covid- 19 : કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસે ફરી બદલ્યું સ્વરૂપ, બી.617.2 પહેલા કરતાં વધુ ચેપી
કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસે ફરી બદલ્યું સ્વરૂપ

Follow us on

Corona ના  ડબલ મ્યુટન્ટ વાયરસ જે ભારત સહિત વિશ્વના 17 દેશોમાં ફેલાયેલો છે. જેમાં આ Corona વાયરસ  બી .1.617  એ ફરી એકવાર પોતાનું સ્વરૂપ બદલ્યું છે. જેમાં સાયનટીસોની  આગાહી છે કે તે પહેલા કરતાં વધુ ચેપી છે. નવા સ્વરૂપના કેસો ભારત, બ્રિટન અને સ્પેનમાં નોંધાયા છે. સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) હૈદરાબાદના ડિરેક્ટર રાકેશ મિશ્રાએ  જણાવ્યું હતું કે નવો પ્રકાર બી .1.617.2 છે. આમાં કેટલાક નવા ફેરફારની નોંધ લેવામાં આવી છે. તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. બી.1. 617 માં બે મોટા પરિવર્તન L452R અને E484Qનોંધાયા. પરંતુ હવે E484Q તેમાંથી ગાયબ થઈ ગયો છે. પરંતુ અન્ય ફેરફારો થયા છે. અન્ય ફેરફારોને સમજવા માટે અધ્યયન કરવામાં આવી રહ્યું  છે.

જ્યારે એમ પૂછવામાં આવ્યું કે  શું આ ફેરફાર દ્વારા Corona વાયરસ નબળો  પડ્યો  છે કે વધારે  મજબૂત થયો છે? તેમણે કહ્યું કે તે ચોક્કસપણે મજબૂત બન્યો  છે. તેથી જ તે વધુ ઝડપથી ફેલાય છે. યુકેની આરોગ્ય એજન્સીએ Corona ના નવા સ્વરૂપને   ચિંતાનો વિષય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સીનએમબીમાં જેનોમ સિક્વન્સીંગમાં નવા પ્રકારના કેસો મળી આવ્યા છે. તેમનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

યુકેએ પણ તેને VUI-21 એપીઆર -02 તરીકે પણ ચિહ્નિત કર્યા છે. ડબલ મ્યુટન્ટ વાયરસના નવા સ્વરૂપે ફરી ચિંતા વધારી છે. જોકે ભારતમાં તેને બી.વી. 1.617.2 તરીકે ઓળખાય છે. કોરોના વાયરસ ઝડપથી તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં સેંકડો ફેરફાર નોંધાયા છે. દર મહિને વાયરસમાં તેના સ્વરૂપમાં  બે બદલાવ આવે છે. જેમાંથી કેટલાક પરિવર્તન અત્યંત જીવલેણ છે.

Next Article