Coronavirus Update: લો બોલો ! તમિલનાડુમાં લોકડાઉન જેવા પ્રતિબંધો, પણ દારુની દુકાનો ખોલવાની મંજૂરી

|

May 06, 2021 | 3:12 PM

Coronavirus Update: કોરોનાન વધતા કેસ વચ્ચે તમિલનાડુમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ વચ્ચે રાજ્ય સરકારે દારુની દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો 20 મે સુધી સવારે 8થી12 દરમિયાન ખુલ્લી રાખી શકાશે. સંપૂર્ણ લોકડાઉનના કારણે રવિવારે દુકાનો બંધ રહેશે.

Coronavirus Update: લો બોલો ! તમિલનાડુમાં લોકડાઉન જેવા પ્રતિબંધો, પણ દારુની દુકાનો ખોલવાની મંજૂરી
તમિલનાડુમાં દારુની દુકાન ખોલવાની મંજૂરી

Follow us on

Coronavirus Update: કોરોનાન વધતા કેસ વચ્ચે તમિલનાડુમાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ વચ્ચે રાજ્ય સરકારે દારુની દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે. આ દુકાનો 20 મે સુધી સવારે 8થી12 દરમિયાન ખુલ્લી રાખી શકાશે. સંપૂર્ણ લોકડાઉનના કારણે રવિવારે દુકાનો બંધ રહેશે. રાજ્યમાં 20મે સુધી રાજકીય,સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓ પર રોક સહિત વ્યાપક પ્રતિબંધો લગાવાયા છે.

રાજ્ય સરકારના આદેશમાં કહેવામાં આવ્યુ કે તમામ વરિષ્ઠ ક્ષેત્રીય પ્રબંધકો અને જિલ્લા પ્રબંધકને એ સુનિશ્ચિત કરવા માટે દુકાનના કર્મિયોને આવશ્યક નિર્દેશ આપવાનો નિર્દેશ આપવામાં આવે છે કે 6મેથી 20મે સુધી દારુની રિટેલ દુકાનોને સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી કામ કરી શકશે.

તમિલનાડુ સરકારના આદેશ પ્રમાણે બધા જ સિનેમા હૉલ ,મલ્ટીપ્લેક્સ,થિએટર જિમ મનોરંજન ક્લાબ,બાર ઓડિટોરિયમ મીટિંગ હૉલ આગામી આદેશ સુધી બંધ રહેશે. બધી  સરકારી અને પ્રાઇવેટ કાર્યાલય માત્ર 50ટકા કર્મચારીઓ સાથે કામ કરી શકે છે. જ્યારે મેટ્રો રેલ,પ્રાઇવેટ બસ અને ટેક્સીમાં બેસવાની ક્ષમતા 50 ટકાથી ઓછી થઇ ગઇ છે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

આદેશ અનુસાર રેસ્ટોરામાં માત્ર  જમવાનુ લઇ જવાની અનુમતિ હશે. ત્યા બેસીને જમવાની અનુમતિ નહિ હોય. ચાની દુકાનો બપોર સુધી ખુલ્લી રહી શકે છે. આ અવધિ દરમિયાન સામાજિક,રાજકીય,ખેલ,શૈક્ષણિક અને મનોરંજન સંબંધી ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. આરોગ્ય બુલેટિન અનુસાર તમિલનાડુમાં બુધવારે  23,310 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં બુધવાર સુધી 1,28,311 સક્રિય કોવિડ કેસ હતા.  રાજ્યમાં બુધવારે 167 લોકોના મૃત્યુ થયા છે.

 

Next Article