Coronavirus Update : રસીકરણ માટે યુવાઓએ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

|

Apr 25, 2021 | 7:36 PM

Coronavirus Update : કોવિડ-19 રસી લેવા માટે ઇચ્છુક 18થી45 વર્ષની ઉંમરવા લોકોને કોવિન વેબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું અને રસીકરણ માટે સમય લેવો જરુરી છે. કારણકે પ્રારંભમાં રસીકરણ કેન્દ્ર પર રસીકરણની મંજૂરી નથી.

Coronavirus Update :  રસીકરણ માટે યુવાઓએ કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત
Coronavirus

Follow us on

Coronavirus Update : કોવિડ-19 રસી લેવા માટે ઇચ્છુક 18થી45 વર્ષની ઉંમરવા લોકોને કોવિન વેબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું અને રસીકરણ માટે સમય લેવો જરુરી છે. કારણકે પ્રારંભમાં રસીકરણ કેન્દ્ર પર રસીકરણની મંજૂરી નથી. અધિકારીક સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. તેમણે કહ્યું કે 45 વર્ષથી વધુ ઉંંમરના લોકો રસીકરણ કેન્દ્ર પર રજિસ્ટ્રેશન કરાવી રસી લગાવી શકે છે.

મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસમાં અચાનક વધારો થતા 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને પહેલી મેથી રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું કે સૌ કોઇને રસી આપ્યા બાદ રસીની માંગમાં વધારો થવાનું અનુમાન છે.ભીડને નિયંત્રિત કરવાનો ઉદેશ્યથી 18થી45 વર્ષના લોકો માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવવું અને સમય લેવો જરુરી છે. શરુઆતમાં રસીકરણ કેન્દ્ર પર રજિસ્ટ્રેશનની અનુમતિ એટલા માટે નથી કારણકે સ્થિતી વણસે નહી

રસી લગાવવા માટે ઇચ્છુક 18થી 45 વર્ષની ઉંમરના લોકો માટે 28 એપ્રિલથી કોવિન પોર્ટલ પર આરોગ્ય સેતુ એપ પર પંજીકરણ પ્રક્રિયા શરુ થઇ જશે. રસીકરણ પ્રક્રિયા અને રસી લગાવડાવા માટે એ જ દસ્તાવેજ રજૂ કરવાના રહેશે. અત્યારે ખાનગી કોવિડ-19 રસીકરણ કેન્દ્ર સરકાર પાસેથી રસીના ડોઝ લઇ 250 રુપિયા પ્રતિ ડોઝના હિસાબથી લોકોને ડોઝ આપી રહ્યા છે. પહલી મેથી આ વ્યવસ્થા પૂર્ણ થઇ જશે અને પ્રાઇવેટ હૉસ્પિટલોએ રસી નિર્માતાઓ  પાસેથી ડાયરેક્ટ ડોઝ ખરીદવાના રહેશે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણ રણનીતિ અનુસાર સરકારી રસીકરણ કેન્દ્રમાં સ્વાસ્થ્ય કર્મિયો , અગ્રિમ મોર્ચા પર તહેનાત કર્મિઓ અને 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર તરફથી નિ: શુલ્ક રસી આપવામાં આવશે.

 

Published On - 7:36 pm, Sun, 25 April 21

Next Article