Coronavirus Update: જાણો રાજસ્થાનની કોવિડ-19 હોસ્પિટલની જાણકારી કયા પોર્ટલ પરથી મળશે

|

Apr 25, 2021 | 10:49 PM

દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને દેશમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકો બેડ, ઓક્સિજન, ઈન્જેક્શનની અછતથી સતત ઝઝૂમી રહ્યા છે.

Coronavirus Update: જાણો રાજસ્થાનની કોવિડ-19 હોસ્પિટલની જાણકારી કયા પોર્ટલ પરથી મળશે
Rajasthan Covid-19 portal

Follow us on

Coronavirus Update: દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને દેશમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકો બેડ, ઓક્સિજન, ઈન્જેક્શનની અછતથી સતત ઝઝૂમી રહ્યા છે. આ તમામ વચ્ચે રાજસ્થાન સરકારે એક પોર્ટલ લોન્ચ કર્યું છે, જેમાં કોવિડ-19ને લગતી જરુરી જાણકારી ઉપલબ્ધ છે.

 

રાજસ્થાન સરકાર દ્વારા covidinfo.rajasthan.gov.in નામથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોવિડ-19 હૉસ્પિટલમાં બેડના સ્ટેટસને લઈને જાણકારી સહિત અનેક જાણકારી ઉપલબ્ધ છે. રાજયમાં કઈ હૉસ્પિટલમાં બેડ્સ ઉપલબ્ધ છે તે જાણકારી ઉપરાંત જયપુરની કોવિડ હૉસ્પિટલમાં કેટલા બેડ ઉપલબ્ધ છે સાથે સાથે ઓક્સિજન ,વેન્ટિલેટર વાળા કેટલા બેડ ઉપલબ્ધ છે તે તમામ જાણકારી છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

 

બેડ્સની જાણકારી ઉપરાંત કેટલા દર્દીઓ પોઝિટીવ છે, કેટલા દર્દીઓ સાજા થયા, કેટલા દર્દીઓના મૃત્યુ થયા સહિતની તમામ જાણકારી આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ સિવાય આ પોર્ટલ પર એક ઈમરજન્સી નંબર પણ આપવામાં આવ્યો છે, ઈમરજન્સી નંબર 0141-2225624 પર ફોન કરીને જે તે વ્યક્તિ મદદ લઈ શકે છે.

 

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય

રાજ્યમાં આગામી 1લી મેથી 18થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: વેસ્ટર્ન રેલ્વેની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ગુજરાતના હાપાથી મહારાષ્ટ્રના કોલંબોલી સુધી દોડાવવામાં આવી

Next Article