Coronavirus Update : 2021માં એક જ દિવસમાં નોંધાયા 300 મોત, 4.85 લાખથી વધારે એક્ટિવ કેસ

|

Mar 28, 2021 | 12:08 PM

Coronavirus Update  : વર્ષ 2021માં ભારતમાં કોવિડ-19 મહામારીના કારણે પહેલી વાર દૈનિક મોતનો આંકડો 300 ને પાર કરી ચૂક્યો છે. રિપોર્ટનું માનીએ તો દેશભરમાં શનિવારે મોતનો આંકડો 312 નોંધાયો હતો. 24 ડિસેમ્બર 2020 બાદ એટલે કે 163 દિવસ બાદ મોતની સૌથી વધુ સંખ્યા છે.

Coronavirus Update :  2021માં એક જ દિવસમાં નોંધાયા 300 મોત, 4.85 લાખથી વધારે એક્ટિવ કેસ
Corona virus

Follow us on

Coronavirus Update  : વર્ષ 2021માં ભારતમાં કોવિડ-19 મહામારીના કારણે પહેલી વાર દૈનિક મોતનો આંકડો 300 ને પાર કરી ચૂક્યો છે. રિપોર્ટનું માનીએ તો દેશભરમાં શનિવારે મોતનો આંકડો 312 નોંધાયો હતો. 24 ડિસેમ્બર 2020 બાદ એટલે કે 163 દિવસ બાદ મોતની સૌથી વધુ સંખ્યા છે. આ આંકડા બાદ તાજા મોતના કેસ 62,500થી વધારે થઇ ગયા છે. ભારતમાં એક્ટિવ કેસ લગભગ 4.85 લાખને પાર કરી ચૂક્યા છે.

 

એક મિડીયા વેબસાઇટના આંકડા અનુસાર ભારતમાં શુ્ક્રવારે 62,608 કેસ નોંધાયા છે. વીતેલા દિવસોની તુલનામાં થોડા વધારે છે. ગુરુવારે કોરોનાના 62,336 કેસ નોંધાયા હતા. જ્યારે 15 ઓક્ટોબર બાદ સૌથી વધારે વૃધ્ધિ થઇ હતી. જ્યારે છત્તીસગઢ મહારાષ્ટ્રા અને પંજાબ આ ત્રણ રાજ્યોમાં માર્ચ મહીનામાં કોરોનાએ તેજી પકડી અને એક દિવસમાં 3,000થી વધુ કેસ સામે આવવા લાગ્યા છે. રિપોર્ટનું માનીએ તે ગયા 10 દિવસમાં કોરોનાના કેસમાં બે ગણો વધારો થયો છે. પાછલી 17 માર્ચે કોરોનાના 27,004 કેસ નોંધાયા હતા. જ્યારે દસ દિવસ બાદ 27 માર્ચે 24 કલાકમાં 53,198 લોકો સંક્રમિત થયા હતા.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

આ સિવાય મહારાષ્ટ્રમાં અત્યારે પણ કોરોનાના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 312 મોતમાંથી અડધા મોત મહારાષ્ટ્ર રાજ્યામાં જ નોંધાયા છે. જ્યારે પંજાબમાં 46 મોત અને કેરળમાં 14 અને છત્તીસગઢમાં 13 અને દિલ્લી અને મધ્યપ્રદેશમાં 10 મૃત્યુ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે 35,000થી પણ વધારે કેસ નોંધાયા છે. જો કે શુક્રવારે નોંધાયેલા કેસની તુલનામાં આ સંખ્યા થોડી ઓછી છે.

છ કરોડથી વધારે કોરોના વેક્સિન

બીજ તરફ દેશભરમાં રસીકરણ અભિયાન ઝડપ પકડી રહ્યું છે. 16  જાન્યુઆરીએ કોરોના રસી આપવાની શરુઆત થઇ હતી. 27 માર્ચ સુધી દેશભરમાં 6 કરોડ 2 લાખ 69 હજાર 782 કોરોનાના ડોઝ અપાઇ ચૂક્યા છે.  પાછલા દિવસોમાં 21 લાખ 54 હજાર 170 લોકોનું રસીકરણ થયું છે. વેક્સિનનો બીજો ડોઝ આપવનું અભિયાન 13 ફેબ્રુઆરીથી શરુ થયું હતું. દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.35 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકા છે. એક્ટિવ કેસ 3.80 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલામાં દુનિયામાં ભારત છઠ્ઠા સ્થાન પર છે.

 

 

Next Article