Coronavirus Update : ભારતીય વાયુસેનાના IL-76 વિમાને ક્રાયોજેનિક કન્ટેનરને કર્યા એરલિફ્ટ

|

May 18, 2021 | 1:11 PM

ભારતીય વાયુ સેનાના IL-76એ ગુજરાતને જામનગરથી દુબઇ માટે 3 ખાલી ક્રાયોજેનિક ઓક્સીજન કંટેનર્સને એયરલિફ્ટ કર્યા. ડિફેન્સ વિભાગે આ વાતની જાણકારી આપી.

Coronavirus Update : ભારતીય વાયુસેનાના IL-76 વિમાને ક્રાયોજેનિક કન્ટેનરને કર્યા એરલિફ્ટ
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus Update :  ભારતીય વાયુ સેનાના IL-76એ ગુજરાતને જામનગરથી દુબઇ માટે 3 ખાલી ક્રાયોજેનિક ઓક્સીજન કંટેનર્સને એરલિફ્ટ કર્યા. ડિફેન્સ વિભાગે આ વાતની જાણકારી આપી. ભારત કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેરથી ઝઝૂમી રહ્યુ છે અને કેટલાય રાજ્યો અને હૉસ્પિટલમાં મેડિકલ ઓક્સીજન અને બેડની અછત છે. આ વચ્ચે કેટલાય દેશ ભારતની મદદ માટે આગળ આવી રહ્યા છે. ભારતમાં C-17sએ સુલુરથી રાંચી માટે 3 ક્રાયોજેનિક ઓક્સીજન કંટેનર્સને એરલિફટ કર્યા. અન્ય C-17s 4 ક્રાયોજેનિક ઓક્સીજન કંટેનર વિજયવાડાથી ભુવનેશ્વર ,6 હૈદરાબાદથી ભુવનેશ્વર, 4 ચંદીગઢથી રાંચી અને 1 ગ્વાલિયરથી રાંચી લવાઇ રહ્યા છે.

IAF ના કોવિડ એયર સપોર્ટ મેનેજમેન્ટ સેલે 100 ઓક્સીજન કોન્સનટ્રેટર્સને આંધપ્રદેશ અને 60 મણિપુર પહોંચાડ્યા. સાથે જ અસમ અને ત્રિપુરામાં પણ 100-100 ઓક્સીજન સિલિન્ડર પહોંચાડ્યા છે. તાજેતરમાં જ ભારતીય વાયુસેના (IAF) દુબઇ અને સિંગાપુરથી નવ ક્રાયોજેનિક ઓક્સીજન ટેન્કર હવાઇ માર્ગથી પશ્ચિમ બંગાળના પાનાગઢ એયરપોર્ટ પર લઇને આવ્યા છે. આ સિવાય વાયુસેનાના સી-17 વિમાને મંગળવારે ઇન્દોરથી બે ક્રાયોજેનિક ટેન્કર જામનગર,જોધપુરથી બે ટેન્કર ઉદયપુર અને બે ટેન્કર હિંડનથી રાંચી લવાયા.

છેલ્લા બે દિવસ પહેલા આવેલા રિપોર્ટના પ્રમાણે ભારતમાં 27 એપ્રિલથી કુલ 11,058 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ, 13,496 ઓક્સીજન સિલિન્ડર, 19 ઓક્સીજન જનરેશન પ્લાન્ટ, 7,365 વેન્ટિલેટર્સ લગભગ 5.3 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચ્યા. તેને અલગ અલગ રાજ્યો સુધી રોડ અને હવાઇ માધ્યમથી પહોંચાડવામાં આવ્યા. નાના-મોટા તમામ દેશ ભારતને ઓક્સીજન કોન્સનટ્રેટર, સિલિન્ડર,વેંટિલેટરથી લઇ દવાઓ અને મેડિક ઇક્વીપમેન્ટ ભારતને પહોંચાડી રહ્યા છે.

Next Article