Coronavirus Update: કોરોનાની બીજી લહેરનો સપાટો, ખતરનાક રીતે વધી રહ્યા છે કોરોના સંક્રમણનાં મામલા

|

Mar 31, 2021 | 9:19 AM

Coronavirus Update :  દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાના સંકેત મળી રહ્યા છે. જેને લઇને આરોગ્ય મંત્રાલય દ્વારા પણ ચેતવણી આપવામાં આવી  છે અને કહેવામાં આવ્યું છે કે થોડી બેદરકારી ભારે સાબિત થઇ શકે છે.

Coronavirus Update: કોરોનાની બીજી લહેરનો સપાટો, ખતરનાક રીતે વધી રહ્યા છે કોરોના સંક્રમણનાં મામલા
Coronavirus

Follow us on

Coronavirus Update :  દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાના સંકેત મળી રહ્યા છે. જેને લઇને આરોગ્ય મંત્રાલય દ્વારા પણ ચેતવણી આપવામાં આવી  છે અને કહેવામાં આવ્યું છે કે થોડી બેદરકારી ભારે સાબિત થઇ શકે છે. કોરોનાની બીજી લહેર વચ્ચે ચિંતાજનક તસ્વીર સામે આવી રહી છે. આંકડો 60 હજારને પાર પહોંચી ચૂક્યો છે. સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર છે. દેશમાં 10 જિલ્લાઓમાં સૌથી વધુ સક્રિય કેસ છે. જેમાં  મહારાષ્ટ્રના આઠ જિલ્લા છે. પૂણામાં 59475 મુંબઇમાં 46284 નાગપુરમાં 45382 થાણેમાં 35264 નાસિકમાં 26533 ઔરંગાબાદમાં 21282 બેંગલુરુમાં 16259 નાંદેડમાં 15171 દિલ્લીમાં 8032 અને અહમદનગરમાં 7952 સક્રિય દર્દીઓ છે. જેને જોતો રાજ્યમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

12 રાજ્યોમાંથી ઉત્તરાખંડ આવનારા લોકો સાથે લાવે નેગેટિવ રિપોર્ટ

ઉત્તરાખંડમાં એક એપ્રિલથી દિલ્લી સહિત 12 રાજ્યોથી આવનારા લોકો અસુવિધાથી બચી શકે તે  માટેે 72 કલાકનો નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ પણ સાથે રાખવો પડશે. રાજ્યમાં સંક્રમણના વધતા મામલાને જાેઇેને પ્રદેશની સરકારે લોકોને આ સલાહ આપી છે. આ સંબંધિત જિલ્લા પ્રશાસને રેલવે સ્ટેશન , એયરપોર્ટ અને સીમા ચોકી પર રેન્ડમ પરીક્ષણ અને ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. ત્યારે હરિદ્વારમાં આયોજિત મહાકુંભ માટે 72 કલાકનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ આવશ્યક છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પ્રદેશમાં કોરોનાના વધી રહેલા મામલાની મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત દ્વારા સમીક્ષા કરવામાં આવી અને અધિકારીઓને વધારે સંક્રમણ વાળા રાજ્યોથી આવનારા લોકોનું પરીક્ષણ કરવા માટે કહ્યું.મુખ્ય સચિવ ઓમ પ્રકાશ તરફથી વધારે સંક્રમણ વાળા રાજ્યોથી આવનારા લોકોને 72 કલાકનો નેગેટીવ આરટીપીસીઆર રિપોર્ટ સાથે લાવવાની સલાહ આપવામાં આવી છે. આદેશમાં દિલ્લી સહિત 12 રાજ્યોથી આવનારા સાથે લોકોને સામાજિક દૂરી માસ્ક પહેરવાનું હાથ સાફ રાખવાના નિયમનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

 

Next Article