Coronavirus Update :જાણો આરોગ્ય સંબધિત કયા જરુરી સામાન પર 3 મહિના માટે હટાવાઇ કસ્ટમ ડ્યૂટી

|

Apr 24, 2021 | 4:04 PM

Coronavirus Update :  દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ઓક્સીજનની અછત સૌથી મોટો પડકાર બનીને સામે આવી ઊભરી છે. ઓક્સીજનની ઉપલબ્ધતાને વધારવા માટે પ્રધાનમંત્રી મોદીએ આજે કેટલાક મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી.

Coronavirus Update :જાણો આરોગ્ય સંબધિત કયા જરુરી સામાન પર 3 મહિના માટે હટાવાઇ કસ્ટમ ડ્યૂટી
PM chairs a high-level meeting

Follow us on

Coronavirus Update :  દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ઓક્સીજનની અછત સૌથી મોટો પડકાર બનીને સામે આવી ઊભરી છે. ઓક્સીજનની ઉપલબ્ધતાને વધારવા માટે પ્રધાનમંત્રી મોદીએ આજે કેટલાક મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી.

આ બેઠકમાં પીએમ મોદીએ એ વાત પર જોર આપ્યું કે દેશમાં મેડિકલ ઓક્સીજનની અછતને વધારવાની સાથે સાથે હૉસ્પિટલમાં અને ઘરમાં બીમારોની સારસંભાળ માટે આવશ્યક ઉપકરણોની તાત્કાલીક જરુરિયાત છે. કેન્દ્ર સરકારે આ વાતની જાણકારી આપી. પીએમ મોદીએ બધા જ મંત્રીઓ અને અધિકારીઓને ઓક્સીજન સપ્લાય વધારવા તાલમેલ કરવા કહ્યું

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

ભારત સરકારે જાણકારી આપી છે કે ઓક્સીજન અને ઓક્સીજન સંબંધિત ઉપકરણોની આયાત પર આવનારા ત્રણ મહિના સુધી તત્કાલ અસરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે. સાથે આરોગ્ય સેસને હટાવવાનો નિર્ણય પણ લીધો છે. પીએમ મોદીએ રેવેન્યૂ વિભાગને નિર્દેશ આપ્યા છે કે આ ઉપકરણોના કસ્ટમ ક્લિયરન્સને સુનિશ્ચિત કરવામાં આવે. તદુપરાંત ભારત સરકારે એમ પણ કહ્યું છે કે આવનારા ત્રણ મહિના કોરોના રસીની આયાત પર તાત્કાલિક અસરથી બેસિક કસ્ટમ ડ્યૂટી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત  સરકારે ઓક્સીજન સપ્લાય વધારવા માટે છેલ્લા થોડા દિવસો દરમિયાન અનેક પગલા લીધા છે. ભારતીય વાયુસેનાના વિમાન સિંગાપુરથી ક્રાયોજનિક ઓક્સિજન ટેન્ક પણ લાવી રહ્યા છે. ઓછા સમયમાં જલ્દી ઓક્સીજન પહોંચાડવા વાયુસેના દેશમાં પણ ઓક્સીજન ટ્રાન્સપોર્ટ કરી રહી છે.

આપને જણાવી દઇએ કે પીએમ મોદી સાથે આ મીટીંગમાં નાણા મંત્રી ,કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રી, આરોગ્ય મંત્રી,ડૉ ગુલેરીયા રેવેન્યુ,આરોગ્ય વિભાગના અધિકારી સહિત અનેક અધિકારીઓ અને મંત્રીઓએ ભાગ લીધો હતો.

 

Next Article