Corona Virus Update: માત્ર 10 દિવસમાં કોરોનાનો આંક પહોંચ્યો 62 હજાર પર

|

Mar 27, 2021 | 9:11 PM

Corona Virus Update: ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. સંક્રમણની બીજી લહેરની સૌથી મોટી ચિંતા છે કે કોરોનાના કેસમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે.

Corona Virus Update: માત્ર 10 દિવસમાં કોરોનાનો આંક પહોંચ્યો 62 હજાર પર

Follow us on

Corona Virus Update: ભારતમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. સંક્રમણની બીજી લહેરની સૌથી મોટી ચિંતા છે કે કોરોનાના કેસમાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. વીતેલા દિવસોમાં માત્ર દસ દિવસમાં દેશમાં 62,000થી વધારે કેસ સામે આવ્યા. પહેલા કેસની દૈનિક સંખ્યા 30,000થી ઓછી હતી. ગયા વર્ષે ભારતના 30,000 કેસમાંથી 60,000 કેસ થતા 23 દિવસ થઈ ગયા હતા. ગયા વર્ષે જુલાઈ અને ઓગષ્ટમાં અતિસંવેદનશીલ લોકોની સંખ્યા વધારે હતી, જે સંક્રમિત થઈ શકતા હતા.

આ રાજ્યોમાં કોરોનાનો ખતરો

કર્ણાટક,આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્ર અને કેરલ સિવાય જે બે રાજ્યોમાં કોરોનાના એક દિવસમાં 10,000થી વધારે કેસ નોંધાયા છે, તે રાજ્યો છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ. તમિલનાડુનો આંકડો 7,000 પર છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ ત્રણ રાજ્યમાં કોરોનાનો પ્રભાવ ઓછો 

બિહાર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ દેશના વધારે આબાદીવાળા ત્રણ રાજ્યો હજી પણ બીજી લહેરથી ઘણી હદ સુધી અપ્રભાવિત રહ્યા છે. બિહાર અને પશ્ચિમ બંગાળમાં ગઈ વખતે લગભગ 4,000 કેસનો વધારો થયો હતો. ઉત્તર પ્રદેશમાં સપ્ટેમ્બરમાં એક દિવસમાં 7,000થી વધારે કેસ નોંધાયા હતા. પશ્ચિમ બંગાળ અને આસામમાં ચૂંટણીની સીઝન ચાલી રહી છે. જેમાં મોટી ભીડ રેલીમાં ભાગ લઈ રહી છે.

 

મહારાષ્ટ્રમાં કોરોનાના 60ટકાથી વધારે કેસ

દેશમાં કોરોનાના સક્રિય 60 ટકાથી વધારે કેસ મહારાષ્ટ્રના છે. વર્તમાનમાં રાજ્યમાં 2.83લાખથી વધારે સક્રિય કેસ છે. સક્રિય કેસ કાઉન્ટ ઘટીને ફેબ્રુઆરીમાં 30,000 થયો હતો. સક્રિય કેસમાં દસ ગણી વૃદ્ધિ માત્ર 43 દિવસમાં થઈ છે. ગયા વખતે મહારાષ્ટ્રમાં સક્રિય કેસ 30,000થી ત્રણ લાખ વધવામાં 110થી વધારે દિવસ લાગ્યા હતા.

 

જલ્દી પૂરી નહીં થાય કોરોનાની બીજી લહેર 

જાણકારી પ્રમાણે કોરોના વાયરસની બીજી લહેર જલ્દી સમાપ્ત થવાની સંભાવના નથી. આશા છે કે બીજી લહેર પહેલી લહેરની તુલનામાં ઓછા સમય સુધી ચાલશે. એ સંભવ છે કે અલગ અલગ રાજ્ય અલગ અલગ સમય પર ચરમ પર હોય. જે પહેલા થઈ ચૂક્યુ છે. કેરળમાં મોટી સંખ્યામાં આવા કેસ સામે આવ્યા હતા. જ્યારે દેશના બાકીના ભાગમાં કોરોનાના કેસ સામે નહોતા આવી રહ્યા અને અત્યારે ફરી મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે તો કેરળમાં ઘટવા લાગ્યા છે.

 

આ પણ વાંચો: Assam Election 2021 : આસામમાં લોકોએ દેખાડયો મતદાનમાં ઉત્સાહ, પ્રથમ તબક્કામાં 72 ટકા મતદાન

Next Article