Corona Virus: આવતા અઠવાડિયે 2-DG કોરોના દવા આવશે માર્કેટમાં

|

May 14, 2021 | 8:13 PM

આ સાથે ડૉક્ટર સતીશ રેડ્ડીએ DRDO દ્વારા બનાવવામાં આવેલી દવા 2ડીજી (2dg medicine) વિશે જણાવ્યુ અને કહ્યું કે આવતા અઠવાડિયે આનો પહેલો જથ્થો માર્કેટમાં હશે.

Corona Virus: આવતા અઠવાડિયે 2-DG કોરોના દવા આવશે માર્કેટમાં
coronavirus

Follow us on

કોરોના મહામારીના કારણે ચાલી રહેલી જંગમાં Defiance Research and Development Organisation (DRDO) તેજ ગતિથી કામ કરી રહ્યુ છે. તે વિશે DRDOના ચેરમેન ડૉક્ટર સતીશ રેડ્ડીએ દિલ્લીમાં ICU, બેડ સંકટ, ઓક્સિજન સંકટ પર વાત કરી.  આ સાથે ડૉક્ટર સતીશ રેડ્ડીએ DRDO દ્વારા બનાવવામાં આવેલી દવા 2ડીજી (2dg medicine) વિશે જણાવ્યુ અને કહ્યું કે આવતા અઠવાડિયે આનો પહેલો જથ્થો માર્કેટમાં હશે.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દિલ્લીમાં આઈસીયુ બેડ વિશે વાત કરતી વખતે ડૉક્ટર સતીશ રેડ્ડીએ કહ્યું કે આવતા અઠવાડિયામાં દિલ્લીને 500 ICU બેડ મળી જશે. ડીઆડીઓએ 1000 બેડની સુવિધા આપવાની વાત કહી હતી. આમાં 500 બેડ પહેલેથી જ ચાલુ થઈ ચૂક્યા છે.

 

 

ડીઆરડીઓએ કોરોના દવા 2 DG વિશે જણાવ્યું જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જણાવવામાં આવ્યુ કે આ પણ આવતા અઠવાડિયા સુધી માર્કેટમાં આવી જશે. રેડ્ડીએ જણાવ્યુ કે જૂન સુધી રોજ DRDO 1થી2 લાખ 2DG તૈયાર કરશે.  DRDOએ દવા બનાવવા માટે ડૉક્ટર રેડ્ડી લેબને સહયોગી બનાવી.

 

 

દેશના કેટલાક રાજ્યો અત્યારે મેડિકલ ઓક્સિજનના સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. તેનાથી છૂટકારો મેળવવા આવનારા ત્રણ મહિનામાં 850 ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવશે. તેવુ DRDOના ચેરમેન ડૉક્ટર સતીશ રેડ્ડીએ જણાવ્યુ. આમાંથી 500 ઓક્સીજન પ્લાન્ટના પૈસા પીએમ કેયર્સ ફંડમાંથી આવવાના છે. બાકી પ્લાન્ટસ લગાવવા માટે ઈન્ડસ્ટ્રી સાથ આપશે.

 

આ પણ વાંચો: દિલ્હીના સીએમ કેજરીવાલની મોટી જાહેરાત, કમાતા સભ્યના કોરોનાથી નિધન પર પરિવારને મદદ કરશે સરકાર

Published On - 8:11 pm, Fri, 14 May 21

Next Article