Coronavirus: રાજયો પાસે છે 1 કરોડથી વધારે વેક્સીનનાં ડોઝ, આગામી સમયમાં અપાશે વધુ 80 લાખ ડોઝ

|

Apr 28, 2021 | 4:16 PM

Coronavirus :  કોરોના વાયરસથી બચવા માટે વેક્સીનના બે ડોઝ લેવા ખૂબ જ જરુરી છે. આ કારણથી કેન્દ્ર સરકારે કહ્યુ કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પાસે અત્યારે 1 કરોડથી વધારે વેક્સીન છે. જ્યારે આવનારા દિવસોમાં 80 લાખથી વધારે ડોઝ તેમને આપવામાં આવશે

Coronavirus: રાજયો પાસે છે 1 કરોડથી વધારે વેક્સીનનાં ડોઝ, આગામી સમયમાં અપાશે વધુ 80 લાખ ડોઝ
Corona Vaccine

Follow us on

Coronavirus :  કોરોના વાયરસથી બચવા માટે વેક્સીનના બે ડોઝ લેવા ખૂબ જ જરુરી છે. આ કારણથી કેન્દ્ર સરકારે કહ્યુ કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પાસે અત્યારે 1 કરોડથી વધારે વેક્સીન છે. જ્યારે આવનારા દિવસોમાં 80 લાખથી વધારે ડોઝ તેમને આપવામાં આવશે.

જાણકારી પ્રમાણે યૂપી , મહારાષ્ટ્ર , બિહાર , ગુજરાત અને ઝારખંડ જેવા રાજ્યોમાં વર્તમાનમાં વેક્સીનનું સંતુલન જળવાયેલું છે. કેન્દ્રએ અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને લગભગ 15.7 કરોડ વેક્સીન આપી છે. જેમાં કુલ 14.6 કરોડ ડોઝનો ઉપયોગ થયો છે. સાથે જ 1 મેથી 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. જેના માટે કેન્દ્ર સરકાર બધા રાજ્યો સુધી વેક્સીન પહોંચાડવામાં લાગી છે.

આંકડા પ્રમાણે મંગળવારે લગભગ 2.5 કરોડ લોકોને કોવિડ શોટ્સના બે ડોઝ આપવાની સાથે વેક્સીન પ્રક્રિયા પૂરી થઇ ચૂકી છે. 45 વર્ષથી વધારે વર્ષના 10 કરોડ લોકોને વેક્સીનનો પહેલો ડોઝ મળ્યો છે. એવામાં 1.2 કરોડથી વધારે લોકોએ વેક્સીનનો બીજો ડોઝ પણ લઇ લીધો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મહારાષ્ટ્રના કેટલાક સરકારી અધિકારીઓએ રિપોર્ટ રજૂ કરીને જણાવ્યું કે વેક્સીનના ડોઝ સમાપ્ત થઇ ગયા છે. જેથી વેક્સીન અભિયાન પર પ્રતિકૂળ પ્રભાવ પડી રહ્યો છે. રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું કે 27 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં કુલ કોવિડ વેક્સીનના 1,58,62,470 ડોઝ છે. જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે તેમાં અપવ્યયસહિત કુલ ખપત 1,49,39,410 થઇ હતી. હકીકતમાં કોવિડ વેક્સીનના 3લાખ ડોઝનું આવનારા દિવસોમાં વિતરણ કરવામાં આવશે.

Next Article