Coronavirus : સંકટના સમયમાં અનેક દેશ ભારતની મદદે ,અમેરિકા, હોંગકોંગ સહિત દેશોએ પહોંચાડ્યા મેડિકલ ઉપકરણો

|

Apr 30, 2021 | 2:45 PM

Coronavirus : કોરોના સંકટનો સામનો કરી રહેલ ભારતને મદદ માટે અન્ય દેશોનો સહયોગ છે. આયરલેન્ડ,હોંગકોંગ અને અમેરિકા તરફથી ભારતને મેડિકલ ઉપકરણ મોકલવામાં આવ્યા છે.

Coronavirus : સંકટના સમયમાં અનેક દેશ ભારતની મદદે ,અમેરિકા, હોંગકોંગ સહિત દેશોએ પહોંચાડ્યા મેડિકલ ઉપકરણો
Oxygen Cylinder

Follow us on

Coronavirus : કોરોના સંકટનો સામનો કરી રહેલ ભારતને મદદ માટે અન્ય દેશોનો સહયોગ છે. આયરલેન્ડ,હોંગકોંગ અને અમેરિકા તરફથી ભારતને મેડિકલ ઉપકરણ મોકલવામાં આવ્યા છે. આયરલેન્ડે સંકટની ઘડીમાં ભારતનો સાથ આપવા માટે 700 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ યૂનિટ અને 365 વેન્ટિલેટર મોકલ્યા છે. ત્યારે હોંગકોંગ તરફથી ભારતને મદદ માટે મેડિકલ ઉપકરણ મોકલવામાં આવ્યા છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યુ કે હોંગકોંગ તરફથી 300 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ અન્ય મેડિકલ ઉપકરણ ઇન્ડિગો ફ્લાઇટથી દિલ્લી મોકલવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યુ કે આ સપ્લાઇ ચાલી રહેલા પ્રયાસોને આગળ વધારી રહ્યો છે.

બીજી તરફ અમેરીકા તરફથી ભારતને મદદ ચાલુ છે. અમેરિકા વાયુસેનાના વિમાન સી-17 ગ્લોબમાસ્ટર – III, બીજુ અમેરિકા વાયુસેનાનુ વાહક કોવિડ-19 રાહત સપ્લાઇ સામગ્રી સાથે ભારત પહોંચી ગયુ છે. અમેરિકાથી મેડિકલ સપ્લાઇનો પહેલો જથ્થો ભારત પહોંચી ગયો છે. અમેરિકાથી ઓક્સીજન સિલિંડર,ઓક્સીજન કોન્સનટ્રેટર,પીપીઇ,રેપિડ કિટ સહિત મેડિકલ સપ્લાઇ થયો છે.

 

રોમાનિયા તરફથી 80 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ અને 75 ઓક્સીજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ રોમાનિયાનો આભાર માન્યો છે. સાથે સાથે જાપાને પણ સંકટની ઘડીમાં ભારતને સાથ દેવાનો નિર્ણય લીધો છે. ભારતમાં જાપાનના રાજદૂત સતોશી સુજુકીએ કહ્યુ કે જાપાન જરુરના સમયમાં ભારત સાથે ઉભુ છે. અમે 300 ઓક્સીજન જનરેટર અને 300 વેન્ટિલેટર પ્રદાન કરવાની પ્રકિયા સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે.

 

Next Article